દેશમાં કોરોનાના નવા 3824 : છેલ્લા છ મહિનાના સૌથી વધુ કેસો

0
6

દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 18,389

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૮૨૪ કેસ નોંધવામાં આવ્યા છે જે છેલ્લા ૧૮૪ દિવસના સૌથી વધુ છે. બીજી તરફ દેશમાં કોરોનાના એક્ટિવ કેસો વધીને ૧૮,૩૮૯ થઇ ગયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. 

એક જ દિવસમાં કોરોનાના કેસોમાં ૨૮ ટકાનો ઉછાળો શનિવારે દેશમાં કોરોનાના ૨૯૯૪ કેસો નોંધાયા હતાં

ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં ૨૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોરોનાના ૨૯૯૪ કેસ નોંધવામાં આવ્યા હતાં.  આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૭,૨૨,૬૦૫ થઇ છે.

દેશમાં વધુ પાંચ લોકોનાં મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૮૧ થઇ ગયો છે. દિલ્હી, હરિયાણા, કેરળ અને રાજસ્થાનમાં એક-એક મોત નોંધવામાં આવ્યું છે જ્યારે કેરળમાં અગાઉનું એક મોત નોંધવામાં આવ્યું છે.

દૈનિક પોઝિટીવ રેટ ૨.૮૭ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૨૪ ટકા નોંધવામાં આવ્યો છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૭૩,૩૩૫ થઇ ગઇ છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૨૨૦.૬૬ કરોડ થઇ ગઇ છે. દિલ્હીમાં પણ કોરોનના કેસો સતત વધી રહ્યાં છે.  દિલ્હીમાં શનિવારે કોરોનાના ૪૧૬ કેસ નોંધવામાં આવ્યા હતાં. જે છેલ્લા સાત મહિનાના સૌૈથી વધુ કેસ હતાં. 

દિલ્હીમાં સતત વધી રહેલા કેસો વચ્ચે નિષ્ણાતોએ લોેકોને માસ્ક પહેરવા ભીડવાળી જગ્યાએ નહીં જવાની સલાહ આપી છે. જો આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે વધી રહેલા કેસોથી ગભરાવાની જરૂર નથી. જો કે તેમણે ક્લિનિકલ કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.