સાસારામમાં લોકો મરી રહ્યા છે : સરકાર કશું કરતી નથી માટે અમારે ચિંતા કરવી પડે : અમિત શાહ

0
3

સાસારામમાં રેલી ન યોજાઈ શકી તે માટે જનતાની માફી માગી : ફરીવાર આવીશ ત્યારે જરૂર આવીશ

નવાદા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજકાલ બિહારની બે દિવસની મુલાકાતે છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તેઓએ આજે (રવિવારે) નવાદામાં એક જનસભાને સંબોધનમાં તેઓએ સાસારામની જનતાની માફી માગી કારણ કે તેઓ ત્યાં સભા યોજી શક્યા ન હતા પરંતુ તેઓએ કહ્યું કે, ફરીવાર આવીશ ત્યારે સાસારામ જરૂર આવીશ. વાસ્તવમાં હિંસાને લીધે તેઓ ત્યાં જઇ શક્યા ન હતા.

પોતાની રેલીમાં બિહાર સરકાર ઉપર તો તેઓ તૂટી જ પડયા હતા. સાથે કહ્યું હતું કે, અમે વહેલામાં વહેલી તકે અહીં આવીશું અને સાસારામના મહાન સમ્રાટ અશોકની સ્મૃતિમાં સમ્મેલન કરીશું.

તેઓએ વધુમાં કહ્યું કે હું ઇશ્વરને પ્રાર્થ કરૂં છું કે સાસારામમાં જલ્દી શાંતિ સ્થપાય, કારણ કે સરકારને તો કહેવાનો કોઇ અર્થ નથી. મેં આ અંગે રાજ્યપાલ લલનસિંહને કહ્યું તો તેમને ખોટું લાગ્યું, પરંતુ હું કહેવા માગું છું કે હું આ દેશનો ગૃહમંત્રી છું. બિહાર પણ આ દેશનો ભાગ છે. આપ શાંતિ વ્યવસ્થા સંભાળી શકતા નથી તેથી અમારે ચિંતા કરવી પડે છે.

અમિત શાહે લાલૂ પ્રસાદ યાદને જંગલ રાજના પ્રણેતા કહ્યા. તેમણે કહ્યું કે નીતીશ બાબુ સત્તાની ભૂખે આપને લાલૂની ગોદમાં બેસવા મજબૂર કર્યા છે. મેં આવી સ્વાર્થી સરકાર કદી જોઇ નથી જે સત્તાની લાલચમાં માત્ર પોતાને માટે જ વિચારે. તેમણે વધુમાં કહ્યું હું આજે લાલુજીને પણ કહેવા આવ્યો છું કે, આપ નીતીશ બાબુને ઓળખો. પીએમ તો તેઓ બની શકશે નહી. કારણ કે ત્યાં જગ્યા ખાલી નથી. દેશની જનતા ત્રીજીવાર પણ પીએમ પદ માટે મોદીને જ ચૂંટશે. ન તેજસ્વી સી.એમ. બનશે કે ન તો નીતીશ સીએમ.

તેઓએ વધુમાં કહ્યું કે, બિહાર સરકાર બૂરી નીયત અને બૂરી નીતિની સરકાર છે.  ભ્રષ્ટાચારનો B, અરાજકતાનો  A અને દમનનો D … આ ત્રણેય મળી આ સરકાર બની છે, તેને ઉખાડીને ફેંકી દેવી જોઇએ.

નીતીશ ઉપરર નિશાન સાધતાં શાહે કહ્યું કે, તેમણે તેમનાં જીવનમાં કેટલાયે પક્ષો બદલ્યા છે. કેટલાયે લોકો સાથે દગો કર્યો છે, પરંતુ જે યુપીએમાં તમો લાલુની સાથે તમે ગયા તેમણે બિહારને શું આપ્યું ?