ધોરણ 10ના પુસ્તકમાં છબરડોઃ ભાષા, સાહિત્ય, ધર્મની શોધ ભારતમાં થઈ

0
388
.youth-education/himalayan-blunder-in-textbook-of-10th-standard
.youth-education/himalayan-blunder-in-textbook-of-10th-standard

તાજેતરમાં જ ધોરણ 12ના પુસ્તકમાં છબરડો થયો હોવાનું બહાર આવ્યું હતું, ધોરણ 12ની સંસ્કૃતની ચોપડીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ‘સીતાનું અપહરણ રામે કર્યું હતું.’ ત્યારબાદ હવે ધોરણ 10માની સામાજિક વિજ્ઞાનની ચોપડીમાં પણ ગડબડ ગોટાળો થયો હોવાનું સામે આવ્યું છે. ‘ભારતની ધરોહર’ પાઠના પહેલા ફકરામાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “ભાષા, સ્ક્રિપ્ટ, ઝીરોની શોધ, ગણીત, કેલેન્ડર, ખગોળશાસ્ત્ર, આયર્ન, સાહિત્ય, ધર્મ, યુદ્ધ શાસ્ત્ર, રથ, રાજનીતિક વિજ્ઞાન, પ્રાણી શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, ગણતંત્ર, ન્યાયતંત્ર વગેરેની શોધ ભારતમાં થઈ હતી.”

પદ્મભૂષણ વિજેતા અને ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબિબે કહ્યું કે, ‘ધર્મ, ભાષા, સાહિત્ય, ન્યાયતંત્ર જેવી વસ્તુઓ કોઈની શોધ નથી. બુકમાં કરવામાં આવેલો દાવો ઈતિહાસ નહીં પણ માત્ર એક કલ્પના છે. ખુદના વખાણ કરવા માટે આવું કરવામા આવ્યું છે, જે શિક્ષણ માટે ખરાબ છે.પુસ્તકના ચેપ્ટર 7 ‘આપણી ધરોહરની જાળવણી’માં પેજ નંબર 57માં લખ્યું છે કે, “ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં ‘Hinduism, Islamism, Buddhism, Jainism’ વગેરે જેવા ધર્મ જોવા મળે છે. અહીં ઉલ્લેખ કરવાની જરૂર છે કે ‘Islam’ ધર્મ છે, ઓક્સફોર્ડની ડિક્શનરિ મુજબ ‘Islamism’ એટલે ઈસ્લામિક આતંકવાદ અથવા મૂળવાદ.” રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે આ મામલાથી હું અજાણ છું, પણ ખાતરી કરીશ કે પુસ્તરમાં થયેલા તમામ છબરડાઓ દૂર કરવામાં આવે