Monday, September 28, 2026
HomeWorldપોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને મંજૂરી અપાઈ : કાયદો બનાવાયો

પોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને મંજૂરી અપાઈ : કાયદો બનાવાયો

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

18 વર્ષથી વધુ ઉંમરના વ્યકિત મદદ માંગી શકશે

અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીથી પીડાતા માનસિક સ્વસ્થ લોકો નિર્ણય લઈ શકશે 

ઈચ્છામૃત્યુને લઈને અનેક દેશોમાં ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ, યુરોપીયન દેશ પોર્ટુગલની સંસદે ઈચ્છામૃત્યુને કાયદામાં પરિવર્તિત કર્યું છે. અહીં, ૧૮ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓ મોત માટે સહાયતા માંગી શકે છે. પરંતુ, તે માટે તેમણે સરકાર દ્વારા મુકવામાં આવેલી શરતોનું પાલન કરવું પડશે. 

પોર્ટુગલમાં અનેક રાજ્કીય ચર્ચાઓ બાદ સંસદમાં ઈચ્છામૃત્યુને કાયદાના રૂપમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે, ફકત તે જ લોકો ઈચ્છામૃત્યુની માંગ કરી શકે છે જેઓ અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીઓથી પીડાઈ રહ્યાં છે. પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. 

રાષ્ટ્રપતિના વિરોધ વચ્ચે પણ દેશની જનતાનું સમર્થન હોવાને કારણે ઈચ્છામૃત્યુના કાયદાને પોર્ટુગલની સંસદમાં કાયદાકીય મંજૂરી મળી ગઈ છે. નવા કાયદા મુજબ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીથી પીડાતા માનસિક રૂપથી સ્વસ્થ વ્યકિતઓ ઈચ્છામૃત્યુનો નિર્ણય લઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટુગલ સરકારે ઈચ્છામૃત્યુના કાયદાને ચાર વખત મંજૂરી આપી છે. પરંતુ, પોર્ટુગલના રાષ્ટ્રપતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા તેને સંવિધાનિક સમીક્ષા માટે મોકલી આપવામાં આવતું હતું. સંસદમાં બહુમત ધરાવતા સમાજવાદીઓેએ આ બિલનું સમર્થન કર્યું હતું.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here