ફાધર્સ ડે વિશેષ : 634 પિતાએ સંતાનોને આપી કિડની ,8 વર્ષમાં 537 પુત્રને,97 પુત્રીને કિડનીનું દાન આપી બચાવી જિંદગી

0
12
પિતાએ પોતાની કિડનીનું દાન કરીને દીકરા અને દીકરીને નવજીવન આપ્યું, 634 પિતા દ્વારા કરાયેલાં કિડની દાનમાં પિતાએ 537 દીકરા જ્યારે 97 દીકરીને પોતાની કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે.
પિતાએ પોતાની કિડનીનું દાન કરીને દીકરા અને દીકરીને નવજીવન આપ્યું, 634 પિતા દ્વારા કરાયેલાં કિડની દાનમાં પિતાએ 537 દીકરા જ્યારે 97 દીકરીને પોતાની કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે.

અમદાવાદ: માતા-પિતા બાળકને જન્મ આપીને જીવન આપતાં હોય છે તેમ જ માતા બાળકનું લાલન-પાલન જ્યારે પિતા બાળક માટે સમય અને નાણાંની પરવા કર્યા વિના ઉછેર કરતા હોય છે, પરંતુ રાજ્યનાં 634 પિતાએ પોતાની કિડનીનું દાન કરીને દીકરા અને દીકરીને નવજીવન આપ્યું છે. 634 પિતા દ્વારા કરાયેલાં કિડની દાનમાં પિતાએ 537 દીકરા જ્યારે 97 દીકરીને પોતાની કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે. જ્યારે 9-9 દીકરા દીકરીએ પોતાની કિડની આપીને પિતાને નવજીવન આપ્યું છે.સિવિલ હોસ્પિટલ કેમ્પસની કિડની હોસ્પિટલ(આઈકેડીઆરસી)ના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, કિડની ફેલ્યોરના દર્દીને જ્યારે બંને કિડની ફેઇલ થઇ જાય તેવા સંજોગોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એક ઉપાય હોય છે, જેમાં દર્દીને માતા-પિતા, ભાઇ, બહેન કે પત્ની પોતાની એક કિડનીનું દાન કરીને નવજીવન આપતાં હોય છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં 8થી 10 વર્ષમાં 634 જેટલાં પિતાએ પોતાના દીકરા-દીકરીને કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે. કિડની ફેલ્યોરના દર્દીને પરિવારજન તરફથી કિડની ન મળે કે મેચિંગ ન થાય ત્યારે કેડેવર કિડનીદાન જ એક માત્ર ઉપાય હોય છે. તેમાં ઘણીવાર લાંબો સમય રાહ પણજોવી પડતી હોય છે, પરંતુ 634 પિતાએ કિડની ફેલ્યોરને કારણે મોતના મુખમાં ધકેલાયેલા તેમના સંતાનોને કિડનીનું દાન કરીને મોતના મુખમાંથી બચાવી નવજીવન આપ્યું છે.જૂન માસનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે, આ દિવસે દીકરા-દીકરી પિતાને અવનવી કે સરપ્રાઇઝ ભેટ આપે છે. ત્યારે એક દીકરો લિવરના રોગથી પીડાતા પિતાના જીવતદાન માટે પોતાનું લિવર દાન કરશે. એટલું જ નહીં, દીકરો પોતે મેદસ્વિ હોવાથી લિવરનું દાન કરી શકે તેમ ન હોવાથી પિતાને લિવર દાન કરવા માટે તેણે 8 કિલો વજન ઘટાડ્યુું છેકિડની હોસ્પિટલના પ્રોફેસર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડો.પ્રાંજલ મોદી જણાવે છે કે, 20મી જૂન-રવિવારે ફાધર્સ ડે પર એક પુત્રના લિવર ટ્રાન્સપ્લાન્ટથી પિતાને નવજીવન મળશે. દર્દીનું લિવર 2017થી ખરાબ થવાનું શરૂ થયું હતું. આ દરમિયાન કોઇ કેડેવર મળ્યું ન હતુું. દર્દીના પરિવારમાં એક ભાઇ-બહેન અને એક દીકરો-દીકરી છે, જેમાં દીકરી અને ભાઇ અમેરિકા રહે છે, જ્યારે બહેન ડાયાબિટીસની દર્દી હોવાથી લિવર દાન કરી શકે તેમ નહોતી, એકમાત્ર દીકરો જ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે તેમ હતું. પરંતુ, તેનું વજન 97 કિલો હોઇ, મેદસ્વિતાને કારણે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં કોમ્પલિકેશનની શક્યતા રહે છે. જો કે, દીકરાએ 3 માસમાં 8 કિલો વજન ઘટાડી, લિવરનો એક ભાગ પિતાને આપશે.