બીજેપી ને શિવસેનાની યુતીમાં ફડણવીસે મહત્વનો રોલ ભજવ્યો

0
20

શિવસેના સાથે જોડાણના મુદ્દે ભારતીય જનતા પાર્ટીમાં ભારે આંતરિક વિરોધ હોવા છતાં એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ હતા જેમણે બંને પક્ષો વચ્ચે જોડાણ અને સીટ શેરિંગની ખાતરી આપી હતી. બીજેપીના આંતરિક સૂત્રોનું માનીએ તો કેટલાક પ્રધાનો અને કેન્દ્ર તેમ જ રાજ્યના નેતાઓ શિવસેના સાથે મળીને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી લડવા નહોતા ઇચ્છતા. બીજેપી ૧૧૬ કરતાં વધુ સીટ શિવસેનાને આપવા નથી માગતી તો સામે પક્ષે શિવસેના પણ ૧૨૮ કરતાં ઓછી સીટ પર ચૂંટણી લડવા તૈયાર નહોતી.

લોકસભાની ચૂંટણીમાં મળેલી જીતને જોતાં શિવસેના સાથે જોડાણ વિના પણ બીજેપી સત્તા પર ટકી રહેવા સક્ષમ હોવાનું માનતા હોવાથી બીજેપી કેમ્પના નેતાઓ જોડાણ વિના જ ચૂંટણી લડવા પર દબાણ આપી રહ્યા હતા એમ બીજેપીના એક કાર્યકર્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

રાજ્યના નેતાઓ આ માટે દિલ્હીમાં કેન્દ્રીય નેતાઓને મનાવી ચૂક્યા હતા પરંતુ મુખ્ય પ્રધાન ફડણવીસે સેનાને બોર્ડ પર લેવાનો આગ્રહ રાખ્યો અને જો જોડાણ ન કરાય તો શિવસેનાને થોડી વધુ સીટ આપવા ટોચના નેતાઓને મનાવ્યા હતા જેને પગલે છેવટે શિવસેના સાથે જોડાણની જાહેરાત કરાઈ હતી.