Friday, July 17, 2026
Homenationalભાજપ કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે કોર્ટમાં રાહુલ સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી :...

ભાજપ કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે કોર્ટમાં રાહુલ સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી : ૧૧ સપ્ટેમ્બરે વધુ સુનાવણી

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

અમદાવાદ, તા.૯
ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર વિવાદીત ટિપ્પણી કરવાના ચકચારભર્યા કેસમાં અમદાવાદ શહેરની ઘીકાંટા વિસ્તારની મેટ્રોપોલીટન કોર્ટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યું હતું. જા કે, આજે રાહુલ ગાંધી તરફથી તેમના વકીલે હાજર થઇને રાહુલ ગાંધી માટે એકઝ્મ્પ્શન(કોર્ટમાં હાજર થવામાંથી મુકિત માટે) અરજી કરી હતી. જેમાં રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી હાલ કોંગ્રેસની અગત્યની બેઠકોમાં વ્યસ્ત હોવાથી અદાલત સમક્ષ હાજર થઇ શકે તેમ નથી અને તેથી તેમને કોર્ટમાંથી હાજર રહેવામાંથી મુકિત આપવામાં આવે. વળી, તા.૧૧મી સપ્ટેમ્બરે સુરતના કેસની સુનાવણી હોઇ તેઓ એ દિવસે અહીં આવવાના છે, તેથી કોર્ટે હાલની અરજીની સુનાવણી તા.૧૧મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં મેટ્રો કોર્ટે બીજીવાર રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યું હતું, તે નોંધનીય છે. રાહુલ ગાંધીએ જબલપુરની એક સભામાં અમિત શાહ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને પગલે ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટે સમન્સ કાઢ્યા બાદ રાહુલ ગાંધી બેઠકોમાં વ્યસ્ત હોવાથી તેમના તરફથી આ કેસમાં વધુ સમયની માંગ કરવામાં આવી હતી. જા કે, કોર્ટે આ મામલે વધુ સુનાવણી તા.૧૧ ઓક્ટોબરના રોજ મુકરર કરી હતી. રાહુલ ગાંધીએ જબલપુરની એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખૂન કેસના આરોપી છે. ત્યારબાદ અમદાવાદના ખાડિયા વિસ્તારના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી કહ્યું હતું કે, સીબીઆઈ કોર્ટે અમિત શાહને તા.૨ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ એન્કાઉન્ટર કેસમાં બિન તહોમત છોડી મુક્યા હતા. જેથી અમિત શાહને ખૂન કેસના આરોપી કહી તેમની બદનામી કરી હોવાથી રાહુલ ગાંધી સામે બદનક્ષીની કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મેટ્રો કોર્ટે નોટબંધી દરમ્યાન નોટો બદલાવવાના પ્રકરણમાં અમિત શાહ અને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક વિરૂધ્ધ વાંધાજનક ઉચ્ચારણો કરતાં એ કેસમાં પણ રાહુલ ગાંધી વિરૂધ્ધ સમન્સ જારી થયું હતું. આમ, અમદાવાદની મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધી વિરૂધ્ધ સમન્સ જારી થવાની આ બીજી ઘટનાએ ખાસ કરીને કોંગ્રેસની છાવણીમાં ભારે ચકચાર જગાવી હતી.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here