ભારતમાં માત્ર ૧૪ દિવસમાં જ કોરોનાના ૭૩૭૭ કેસ નોંધાયા

0
102
મુંબઈમાં આ આર્ટીસ્ટ માર્ગ પર કોરોના વાઈરસનું એક પેઇન્ટીંગ બનાવી રહ્યો છે, જેથી લોકો આ ઘાતક બીમારી પ્રત્યે વધુ જાગૃત બની શકે
મુંબઈમાં આ આર્ટીસ્ટ માર્ગ પર કોરોના વાઈરસનું એક પેઇન્ટીંગ બનાવી રહ્યો છે, જેથી લોકો આ ઘાતક બીમારી પ્રત્યે વધુ જાગૃત બની શકે
દેશના પાંચ રાજ્ય-મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તલંગાણા, પંજાબ અને ઓડિશામાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવાયુ

ટેસ્ટિંગ ગતિને અનેક ગણી કરી દેવાઈ : રોજ સરેરાશ ૧૬૦૦૦થી પણ વધુ ટેસ્ટ : હજુ સુધી ૧૮૬૯૦૬ સેમ્પલેના ટેસ્ટ : ૪.૩ ટકા કેસ પોઝિટિવ રહ્યા
નવીદિલ્હી, તા. ૧૨
ભારતમાં કોરોના કેસોની ગતિ ચિંતાજનકરીતે વધી રહી છે. આજે આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા આપવામાં આવ્યા તે મુજબ છેલ્લા ૧૪ દિવસના ગાળામાં જ ભારતમાં ૭૩૭૭ કેસો સપાટી ઉપર આવ્યા છે જે ખતરનાક સ્થિતિનો સંકેત આપે છે. ૨૯મી માર્ચના દિવસે ૯૭૯ કેસ હતા જેની સામે રવિવારે કેસોની સંખ્યા ૮૩૫૬ ઉપર સત્તાવારરીતે પહોંચી હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા આજે કોરોનાની સ્થિતિના સંદર્ભમાં પુરતી માહિતી આપી હતી. બીજી બાજુ આઈસીએમઆર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, હજુ સુધી ૧૮૬૯૦૬ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે જે પૈકી ૪.૩ ટકા પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્તસચિવ લવ અગ્રવાલે માહિતી આપતા કહ્યું છે કે, આ પરેશાનીથી સમગ્ર દુનિયા પરેશાન છે. અમારી શરૂઆતથી જ યોજના અને પ્રયાસો એડવાન્સ એક્શન પર રહ્યા છે. અમે તૈયારીઓના મામલામાં આ ખતરનાક વાયરસથી એક પગલુ આગળ ચાલી રહ્યા છે. તમામ લોકો સહકાર આપે તે ખુબ જરૂરી છે. આ લડાઈમાં સરકારના તમામ અંગો અને પ્રાઇવેટ સેક્ટર સામેલ છે. સૌથી મહત્વપૂર્ણ બાબત સામાન્ય લોકોનો સહકાર છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ ખુબ મહત્વપૂર્ણ બાબત છે. આરોગ્ય મંત્રાલય દ્વારા છેલ્લા ૨૪ કલાકના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. મંત્રાલય મુજબ હજુ સુધી ૮૩૫૬ કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. ૨૪ કલાકમાં ૯૦૯થી વધુ મામલા સપાટી ઉપર આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ આ વાયરસના કારણે ૩૪ લોકોએ દમ તોડી દીધો છે. પોઝિટિવ સમાચાર એ છે કે, હજુ સુધી ૭૧૬ લોકો આ ખતરનાક વાયરસથી રાહત મેળવી ચુક્યા છે અને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કાલથી લઇને હજુ સુધી ૭૪ લોકો સ્વસ્થ થયા છે અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ટેસ્ટિંગ વધારવા ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. સરકારનું ધ્યાન ટેસ્ટ વધારવા પર કેન્દ્રિત છે. આના માટે દેશમાં ૧૪ સંસ્થાઓની ઓળખ થઇ છે. હાલમાં ધ્યાન પોઝિટિવ દર્દીના Âક્લનિકલ મેનેજમેન્ટ ઉપર પ્રોટોકોલ ફોલો કરવા ઉપર છે. તેમણે કહ્યું હતું કે, અમે પોતાના કોવિડ કેસોનું નિરીક્ષણ કરી રહ્યા છે. આશરે ૮૦ ટકા કેસ એવા છે જે કોવિડ કેર સેન્ટરમાં ટ્રીટ કરવામાં આવે છે. કેટલાક કોવિડ હેલ્થ કેર સેન્ટરમાં સારવાર માટે છે. ક્રિટિકલ કેસને કોવિડ હોસ્પિટલમાં લાવવામાં આવે છે જ્યાં વેન્ટીલેટર અને આઈસીયુની વ્યવસ્થા છે. લવ અગ્રવાલે કહ્યું હતું કે, સરકાર એક કદમ આગળ ચાલી રહી છે. અમે કેસને જાઇએ તો ૨૯મી માર્ચના દિવસે ૯૭૯ કેસ હતા. આજે કેસોની સંખ્યા ૮૦૦૦થી ઉપર પહોંચી છે. આમાથી આશરે ૨૦ ટકા કેસ એવા છે જેમને આઈસીયુ સપોર્ટની જરૂર છે. આજે પણ અમારી પાસે ૧૬૭૧ એવા દર્દી છે જેમને આઈસીયુની જરૂર છે. સરકાર પરિસ્થિતિને હાથ ધરવા માટે સજ્જ છે. ૨૯મી માર્ચના દિવસે ૧૬૩ હોસ્પિટલમાં ૪૧૯૦૦ બેડ હતા. આજે ૬૦૨ હોસ્પિટલમાં એક લાખ ૫૦૦૦ બેડ ઉપલબ્ધ છે. અગ્રવાલે કહ્યું હતું કે, કેરળમાં ૯૫૦થી વધારે હોસ્પિટલ બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ કોવિડ માટે બનાવવામાં આવી છે. આ રીતે દરેક સહેર ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવ્યા છે. કટકમાં ૧૫૦ બેડની હોસ્પિટલ બનાવાઈ છે. મુંબઈમાં ૭૦૦ બેડની સદરન હોસ્પિટલ છે. પ્રાઇવેટ સેક્ટરની પણ ભૂમિકા છે. લશ્કર દ્વારા પણ ૯૦૦૦ની આસપાસ બેડ માર્ક કરવામાં આવ્યા છે તેને વધારવાની યોજના છે. આઈસીએમઆર તરફથી કહેવામાં આવ્યું છે કે, દેશમાં ૧૨૯ ટેસ્ટિંગ ફેસિલિટી સેન્ટર છે. આજે બપોર સુધીમાં ૧૮૬૯૦૬ સેમ્પલના ટેસ્ટ થયા છે. છેલ્લા પાંચ દિવસથી સરેરાશ ૧૬ હજાર ટેસ્ટ થઇ રહ્યા છે.