કોરોના વેક્સીન બનાવતી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ટર્મિનલ-1ના ગેટ પર લાગી આગ

0
47
આ મામલે ઓફિશિયલ કોઈ પણ વિગતો બહાર આવી નથી. દૂરથી જ પ્લાન્ટ પર ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં છે
આ મામલે ઓફિશિયલ કોઈ પણ વિગતો બહાર આવી નથી. દૂરથી જ પ્લાન્ટ પર ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં છે

પુણે: પુણે ખાતે આવેલી અને કોરોના વેક્સીન બનાવતી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ટર્મિનલ-1ના ગેટ પર આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજુ જાણવા નથી મળ્યું. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ ઓલવવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે.સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણે ખાતે કોરોના વેક્સિન કોવીશીલ્ડ બનાવવામાં આવી રહી છે. જેની, ભારત સહીત દુનિયાના અનેક દેશોમાં મોકલવામાં આવી રહી છે.જાણવા મળી રહ્યું છે પુણેના મંજરી સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ પ્લાન્ટમાં કોરોના વેક્સીન કોવીશીલ્ડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા કરવાની યોજના છે. ગત વર્ષે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ, હાલ આ પ્લાન્ટમાં વેક્સિનનું પ્રોડક્શન શરૂ નથી થયું.ઘટનાસ્થળ પર 7થી 8 ગાડીઓ પહોંચી છે. જે ફાયટર દ્વારા આગ બૂઝાવવાની કોશિષ કરાઈ રહી છે હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગ લાગવાને કારણે ટર્મિનલમાં કેટલાક લોકો ફસાયા હોવાના પણ સમાચાર છે. જોકે, આ મામલે ઓફિશિયલ કોઈ પણ વિગતો બહાર આવી નથી. દૂરથી જ પ્લાન્ટ પર ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં છે. 5 માળની આ બિલ્ડિંગમાં કોવિશિલ્ડનું પ્રોડક્શન થોડા દિવસો બાદ શરૂ થવાનું હતું