‘ભારત માટે રશિયા પાકિસ્તાન સાથેના સંબંધો…’, રશિયાના રાજદૂતએ આપ્યું મોટું નિવેદન

0
13

દિલ્હીમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારત અને પાકિસ્તાન સાથે તેના સંબંધ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારત માટે રશિયા પાકિસ્તાન સાથેના સંબંધો બગાડી શકે છે. ડેનિસ અલીપોવે વધુમાં કહ્યું છે કે, રશિયા એવું કંઈ જ નહીં કરે, જેથી ભારતને કોઈ નુકસાન થાય.

ભારતમાં રશિયાા રાજદૂત ડેનિસ અલીપોવે નિવેદન આપ્યું છે કે, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે પાકિસ્તાન અંગે નિવેદન આપ્યું છે. તે નિવેદનમાં સર્ગેઇ લાવરોવે કહ્યું હતું કે, નિયમિત સૈન્ય ગતિવિધિઓમાં રશિયા પાકિસ્તાનનું સમર્થન કરતાં રહેશે. આ પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ રશિયાની યાત્રા પર પહોંચ્યા હતાં. યાત્રા પછી બિલાવલનું લક્ષ્ય પાકિસ્તાન અને રશિયાની વચ્ચે રક્ષા અને વેપાર સંબંધનોને મજબૂત કરવાનું હતું.

ભારત માટે ચાલુ રહેશે ઓઇલ સપ્લાય
દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અલીપોવે રશિયા અને ભારત સાથેના ઓઇલ વેપાર અંગે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કાચા ઓઇલ પર ઓઇલ પર પશ્ચિમી દેશોનો પ્રાઇસ કેપ છતાં રશિયા ભારતને ઓઇલ સપ્લાય કરતું રહેશે. આ સાથે જ ઇમ્પોર્ટનું સ્તર બનશે. રશિયાએ કહ્યું કે, તે ભારત સાથેના સંબંધમાં વિવિધતા લાવવા માગે છે. રશિયાના રાજદૂતે વધુમાં કહ્યું કે, બંને દેશ વચ્ચે દ્રિપક્ષીય સંબંધ કોઈ વિરુદ્ધ નથી પણ બંનેની મૂળ જરૂરિયાત પૂરી કરવા માટે છે.

ભારત અને ચીનના ખરાબ સંબંધ અંગે રશિયાનું નિવેદન
ભારત અને ચીનના સંબંધો અંગે પણ રશિયાના રાજદૂતે નિવેદન આપ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતાં કહ્યું કે, રશિયા ઇચ્છે છે કે, ભારત અને ચીનના સંબંધ સામાન્ય થઈ જાય. રશિયાના રાજદૂતે કહ્યું કે, આ માત્ર એશિયાની જ સુરક્ષા માટે નહીં પણ વિશ્વની સુરક્ષા માટે પણ સારું છે.

રશિયાના રાજદૂતે વધુમાં કહ્યું કે, તે એ વાત સમજે છે કે, તેમાં ઘણી મુશ્કેલી છે. બંને દેશો વચ્ચે બોર્ડરનો પ્રોબ્લેમ છે. જે ખૂબ જ જટીલ છે. તેમણે વધુમાં કહ્યું કે, એક સમયે રશિયા સાથે પણ ચીન બોર્ડરનો વિવાદ હતો. બંને દેશોએ વાર્તા શરૂ કરવા માટે લગભગ 40 વર્ષ લાગ્યા અને સમાધાન જ એક રીત છે.

રશિયાના રાજદૂતે વધુમાં કહ્યું કે, તે સલાહ નથી આપી રહ્યા કે, ભારત અને ચીને આ અંગે શું કરવું જોઈએ. આ બંને દેશો દ્રિપક્ષીય મામલો છે જેમાં રશિયા દખલગીરી કરતું નથી. જોકે, તેમણે વધુમાં કહ્યું કે, બંને દેશોના સંબંધ જેટલા જલદી સામાન્ય હશે. એટલું જ આખા વિશ્વ માટે સારું હશે. તેમણે કહ્યું કે, જો ક્યારેક રશિયા તરફથી પ્રયત્ન કરવાની જરૂર હશે તો તેને સુવિધાજનક બનાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરીશું.

તો રશિયાના રાજદૂતે અમેરિકા અંગે પણ શાન સાધ્યું હતું. રશિયાના રાજદૂતે કહ્યું કે, જો અમેરિકાના સંબંધ ચીન સાથે સારા થઈ ગયા તો ભારતના ચીન સાથેના સંબંધ સારા થાય ત્યારે અમેરિકાનું ભારત પ્રત્યેનું વલણ બદલાઈ શકે છે. રશિયાના રાજદૂતે કહ્યું કે, તેમના મુજબ ભારત અને ચીનના સંબંધ સુધારે તે વિશ્વ માટે અનુકુળ પરિણામ હશે. જોકે, તે અમેરિકા માટે મુશ્કેલી જેવું હશે.