મોંઘવારીમાં વધુ એક માર: RBIએ રેપો રેટનો દર વધાર્યો, હોમ લોન મોંઘી થશે

0
7
rapo rate
RBI hikes Repo rate by 25 bps to 6.5%, what impact will this have?

RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય બેંકે સતત છઠ્ઠી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટ 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યો છે. આ પહેલા આરબીઆઈની એમપીસીની મહત્વની બેઠક ત્રણ દિવસ સુધી ચાલી હતી. આ પછી શક્તિકાંત દાસે મીટિંગ અને આ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની માહિતી માટે મીડિયા સાથે વાત કરતા આ વાત કહી.

કેન્દ્રીય બેંકના આ નિર્ણયથી હોમ લોનનો EMI વધશે. મે 2022 થી રેપો 4% હતો જે હવે વધીને 6.5% થઈ ગયો છે. RBI ગવર્નરે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે વિશ્વભરની બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. ફુગાવાને અંકુશમાં લેવા માટે આ કડક નિર્ણયો જરૂરી હતા. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 5.6% રહી શકે છે.

ક્યારે કેટલો વધારો થયો તે જોઈએ

મહિનોવધારો
મે0.40%
જૂન0.50%
ઓગસ્ટ0.50%
સપ્ટેમ્બર0.50%
ડિસેમ્બર0.35%
ફેબ્રુઆરી0.25%