ભૈયુજી મહારાજે માથામાં ગોળી મારીને આપઘાત કરતા ચકચાર

0
342
Bhaiyuji Maharaj shoots himself : A journey from Model to Spiritual leader
Bhaiyuji Maharaj shoots himself : A journey from Model to Spiritual leader
Bhaiyuji Maharaj shoots himself : A journey from Model to Spiritual leader

ભૈયુજી મહારાજની આત્મહત્યાથી સમર્થકોમાં આઘાતનું મોજુ : કઈ પરિસ્થિતિ હેઠળ આપઘાત કર્યો તેને લઇને ઉંડી ચકાસણી : પ્રથમ પત્નિના મોત બાદ ગયા વર્ષમાં જ બીજા લગ્ન કર્યા હતા : હાલમાં ખુબ ટેન્શનમાં હતા

જાણિતા આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર ભૈયુજી મહારાજે આજે પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ભૈયુજી મહારાજે આપઘાત કેમ કર્યો તેને લઇને પ્રશ્નોની શરૂઆત થઇ ગઈ હતી. ભૈયુજીએ પોતે પોતાના માથામાં ગોળી મારી લીધી હતી. ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઇને એક નોંધ પણ મળી આવી છે જેમાં જાણવા મળ્યું છે કે તેઓ ખુબ જ ટેન્શનમાં દેખાઈ રહ્યા હતા જેના કારણે તેઓએ આપઘાત કરી લીધો હતો. નોંધમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, કોઇને ત્યાં પરિવારની સંભાળ માટે હોવાની જરૂર છે જેથી જઈ રહ્યા છીએ. ખુબ જ ટેન્શનમા અને પરેશાન હતા. પોલીસ મહાનિર્દેશક મકરંદ દેવસ્કરે કહ્યું છે કે, આપઘાતની નોંધ અને પિસ્તોલ કબજે કરી લેવામાં આવી છે. તમામ પાસાઓ ઉપર તપાસ ચાલી રહી છે. પરિવારના સભ્યોની પણ પુછપરછ કરવામાં આવશે. ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાએ કહ્યું છે કે, આપઘાતની નોંધ મળી આવી છે જેમાં માનસિક ટેન્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજુ આને લઇને રાજકીય રમત પણ શરૂ થઇ ચુકી છે. આપઘાત માટેનું કારણ જાણી શકાયું નથી. ભૈયુજી મહારાજે પોતાના માથામાં ગોળી મારી લીધા બાદ તેમને તરત જ ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ શિવરાજસિંહ સરકારે તેમને રાજ્યમંત્રીનો દરજ્જા આપ્યો હતો. જા કે, મધ્યપ્રદેશ સરકારના આ પ્રસ્તાવને તેઓએ સ્વીકાર્યો ન હતો. તેમણે એ વખતે કહ્યું હતું કે, સંતો માટે પદનું મહત્વ નથી. તેમના માટે લોકોની સેવા મહત્વપૂર્ણ છે. ભૈયુજી મહારાજને રાજકીયરીતે પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવતા હતા. શક્તિશાળી સંત પૈકીના એક હતા. તેમનું વાસ્તવિક નામ ઉદયસિંહ દેશમુખ હતી અને પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેમનું નામ એ વખતે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભુખ હડતાળ ઉપર બેઠેલા અણ્ણા હજારને મનાવી લેવા માટે યુપીએ સરકારે તેમનો સંપર્ક કર્યો હતો. જ્યારે તેઓ નાની વયમાં હતા ત્યારે સિયારામ શૂટિંગ માટે પોસ્ટર મોડલિંગ કરી રહ્યા હતા. તલવારબાજી, ઘોડેસવારી અને ખેતીનું કામ પણ કરતા હતા. તેઓ ફેસ લીડર તરીકે પણ હતા. ભૈયુજીએ પ્રથમ પત્નિના મોત બાદ ગયા વર્ષે બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નિ માધવીથી તેમની એક પુત્રી પણ છે. પત્નિના મોત બાદ ભૈયુજી પર આશ્રમની એક મહિલા સાથે સંબંધોનો આક્ષેપ પણ મુકવામાં આવ્યો હતો. ગયા વર્ષે ૩૦મી એપ્રિલના દિવસે આયુષી નામની મહિલા સાથે ભૈયુજીએ લગ્ન કરી લીધા હતા. તેમના આપઘાતને લઇને જારદાર ખળભળાટ મચી ગયો છે. ભૈયુજી મહારાષ્ટ્રના સસરા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી વિલાસરાવ દેશમુખ સાથે તેમના સંબંધ રહ્યા હતા. મહારાષ્ટ્રની રાજનીતિમાં સંકટ મોચક તરીકે ગણાતા હતા. ગ્લોબલ વો‹મગને લઇને પણ તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Bhayyuji, originally named Udaysinh Deshmukh, received honorary Doctor of Letters (D Litt) from D Y Patil medical university. In his late forties, Bhayyuji is the founder of institutions like Shri Sadguru Datta Dharmik Evam Parmarthik Trust, Suryodaya Ashram.
Bhayyuji, originally named Udaysinh Deshmukh, received honorary Doctor of Letters (D Litt) from D Y Patil medical university. In his late forties, Bhayyuji is the founder of institutions like Shri Sadguru Datta Dharmik Evam Parmarthik Trust, Suryodaya Ashram.

ભૈયુજીના મોતના મામલામાં સીબીઆઇ તપાસની ઉગ્ર માંગણી
આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજના આપઘાતના મામલામાં કોંગ્રેસ પાર્ટી તરફથી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્યપ્રદેશ સરકાર ભૈયુજી પર સુવિધાઓને લઇને સમર્થન આપવા માટે દબાણ લાવી રહી હતી. ભૈયુજી મહારાજ આના કારણે ખુબ જ તંગદિલી હેઠળ હતા. કોંગ્રેસના નેતા માનક અગ્રવાલનું કહેવું છે કે, મધ્યપ્રદેશ સરકાર સુવિધાઓને લઇને દબાણ લાવી રહી હતી. સીબીઆઈ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ મધ્યપ્રદેશ કોંગ્રેસે પણ Âટ્‌વટ કરીને ભૈયુજીના મોતને લઇને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ પરિવાર સહિત સમગ્ર દેશ હતપ્રદ છે. ભૈયુજી મહારાજનું જીવન હંમેશા સમાજના દરેક વર્ગના વિકાસ માટે સમર્પિત રહ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ તેમના મોતને લઇને દુખ વ્યક્ત કર્યું છે અને શ્રદ્ધાંજલિ આપી છે. દેશે એક સંસ્કૃતિ, જ્ઞાન અને સેવાની ત્રિવેણી વ્યક્તિને ગુમાવી દીધી છે. શિવરાજસિંહે કહ્યું છે કે, તેમના વિચારોને હંમેશા યાદ રાખવામાં આવશે.

ભૈયુજી અંગે રોચક વાતો…
જાણિતા આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર ભૈયુજી મહારાજે આજે પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ભૈયુજી મહારાજે આપઘાત કેમ કર્યો તેને લઇને પ્રશ્નોની શરૂઆત થઇ ગઈ હતી. ભૈયુજીએ પોતે પોતાના માથામાં ગોળી મારી લીધી હતી. ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઇને એક નોંધ પણ મળી આવી છે જેમાં જાણવા મળ્યું છે કે તેઓ ખુબ જ ટેન્શનમાં દેખાઈ રહ્યા હતા જેના કારણે તેઓએ આપઘાત કરી લીધો હતો. ભૈયુજીના સંદર્ભમાં રોચક બાબતો નીચે મુજબ છે.
** ભૈયુજી મહારાજ મોડલ તરીકે રહી ચુક્યા છે. મોડલિંગની કેરિયર છોડીને તેઓ આધ્યાત્મના રસ્તા પર આગળ વધ્યા હતા. સિયારામ શૂટિંગમાં મોડલ તરીકે હતા
** બીજા આધ્યાત્મિક ગુરુ કરતા તેઓ અલગ ગુરુ હતા. તેઓ કેટલીક વખત ખેતીનું કામ કરતા નજરે પડતા હતા જ્યારે કેટલીક વખત ક્રિકેટ રમતા નજરે પડતા હતા. ઘોડેસવારી અને તલવારબાજીમાં ખુબ કુશળ હતા
** ૨૯મી એપ્રિલ ૧૯૬૮માં મધ્યપ્રદેશના સાજાપુર જિલ્લાના સુજાલપુરમાં ભૈયુજીના પ્રસંશકોની વચ્ચે ધારણા છે કે તેમને ભગવાન દત્તાત્રેયનો આશીર્વાદ મળ્યો હતો. મહારાષ્ટ્રમાં તેમને સંતનો દરજ્જા મળ્યો હતો. તેઓ સૂર્યની ઉપાસના કરતા હતા. કલાકો સુધી જળ સમાધિ કરવામાં તેમનો અનુભવ હતો
** ભૈયુજી મહારાજના સસરા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. કેન્દ્રીયમંત્રી વિલાસરાવ દેશમુખ સાથે તેમના નજીકના સંબંધ હતા. મહારાષ્ટ્રના સંકટ મોચક તરીકે તેઓ હતા
** ભૈયુજી મહારાજ ગ્લોબલ વો‹મગથી ચિંતિત હતા જેથી ગુરુ દક્ષિણીના નામે એક વૃક્ષ લગાવવા માટે કહેતા હતા. ૧૮ લાખ વૃક્ષો તેમણે લગાવ્યા હતા. આદિવાસી જિલ્લા દેવાસ અને ધારમાં ૧૦૦૦ તળાવ ખોદાવ્યા હતા. નારિયેલ, ફુલમાળા પણ સ્વીકાર કરતા ન હતા

ભૈયુજીના મહારાષ્ટ્ર, એમપી, ગુજરાતમાં સમર્થકો વધારે છે: મોદી, લતા મંગેશકર, ઉદ્ધવ પણ મળી ચુક્યા છે
ભૈયુજી મહારાજે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. રાજકીય વર્તુળોમાં પ્રભુત્વ ધરાવનાર ભૈયુજી મહારાજ આધ્યાત્મિક ગુરુ તરીકે હતા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તેમના ફોલોઅર્સની સંખ્યા ખુબ મોટી છે. એપ્રિલ ૨૦૧૬ બાદથી ભૈયુજી મહારાજે જાહેર જીવનથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ભૈયુજી મહારાજ જીવનથી પરાજિત થયા છે. આપઘાત કરનાર ભૈયુજી મહારાજે પહેલા કેટલાક ટ્વિટ કર્યા હતા. અણ્ણા હજારેના અનશનને તોડાવવામાં તેમની ભૂમિકા ચાવીરુપ રહી હતી. ભૈયુજી મહારાજ એક એવા આધ્યાત્મિક ગુરુ હતા જે ગૃહસ્થ જીવન જીવતા હતા. તેમની એક પુત્રી છે જેમનું નામ કુહુ લખાયું છે. હાલમાં જ મધ્યપ્રદેશ સરકારે તેમને રાજ્યમંત્રીનો દરજ્જા આપ્યો હતો. ભૈયુજી મહારાજના સમર્થકોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સહિત અનેક ટોચના નેતા અને લતા મંગેશકર સહિતની હસ્તીઓ હતી. તેમનો આશ્રમ ઇન્દોર શહેરમાં સ્થિત છે. તેમના આશ્રમમાં સૌથી પહેલા આવનાર વીઆઈપી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ હતા. ત્યારબાદ રાજનીતિ, સિનેમા, કોર્પોરેટ જગતની હસ્તીઓ તેમના આશ્રમમાં પહોંચી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે, લતા મંગેશકર, આશા ભોંસલે, અનુરાધા પોંડવાલ, મિલિંગ ગુણાજી પણ તેમના સમર્થકમાં હતા. તેમના સમર્થકની ભીડ આશ્રમમાં હંમેશા જાવા મળતી હતી. તેમના આપઘાતથી ભારે ખળભળાટ સમર્થકોની સાથે સાથે રાજકીય પક્ષોમાં પણ મચી ગયો છે.