Sunday, September 6, 2026
HomeIndiaમહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવના નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ : કોંગ્રેસ-એનસીપી વિચારતાં થઈ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવના નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ : કોંગ્રેસ-એનસીપી વિચારતાં થઈ ગયા

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

આજે ભારતીય ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આયોગ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા (Vidhan sabha election) ચૂંટણીની તારીખો પણ જાહેર થાય તેવી શક્યતા છે. જો કે ચૂંટણી પંચની જાહેરાત પહેલા જ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આજે ​​એક મોટું નિવેદન આપી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા છંછેડાઈ છે. મહાવિકાસ અઘાડી (MVA)ની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના ગૌરવ અને સન્માનની રક્ષા માટે મહાવિકાસ આઘાડીના કાર્યકરોએ સ્વાર્થથી ઉપર ઊઠવું પડશે. કાર્યકરોએ ફક્ત આપણા રાજ્ય વિશે જ વિચારવું પડશે.’ આ ઉપરાંત ઉદ્ધવે વધુમાં કહ્યું કે ‘મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી રાજ્યના સ્વાભિમાનને બચાવવાની લડાઈ હશે.’ આ સિવાય બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ‘હું કોંગ્રેસ અને એનસીપી (એસપી) દ્વારા MVAના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાયેલ કોઈપણ ઉમેદવારને સમર્થન આપીશ.’ ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ઉદ્ધવ મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં સીએમ ચહેરો નહીં હોય? ઉલ્લેખનીય છેકે ચૂંટણી પંચ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં, સત્તાધારી મહાયુતિ પાસે હાલમાં 218 બેઠકો છે અને વિપક્ષ મહાવિકાસ અઘાડી પાસે 78 બેઠકો છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here