Wednesday, August 26, 2026
HomeIndiaમહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે પછી નાયબ મુખ્યમંત્રી...

મહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે પછી નાયબ મુખ્યમંત્રી બનવા તૈયાર થશે?

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ આણિ મંડણીનો NDA-રથ સૌથી આગળ ચાલી રહ્યો છે, એમાંય ભાજપ એકલે હાથે સરકાર બનાવી શકે એવા આંકડાં આવી રહ્યા છે. જો એમ થશે તો શું એકનાથ શિંદેના હાથમાંથી મુખ્યમંત્રી પદ સરકી જશે? શું ભાજપના જ કોઈ નેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે બિરાજમાન થશે?મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બમ્પર જીત મળી ગઈ છે. એવામાં શિવસેનાએ ફરીથી શિંદેને જ CM બનાવવાની માંગ કરી છે. શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેએ માંગ કરી છે, કે ‘હું શિવસેના કાર્યકર્તા છું અને હું ઈચ્છું છું કે શિંદે જ ફરી રાજ્યની સત્તા સંભાળે.આ લખાય છે ત્યારે NDA 210 સીટો પર આગળ છે, જેમાં એકલું ભાજપ 124 સીટો પર આગળ છે. શિવસેના 55 બેઠકો પર અને અજિત પવારની એનસીપી 34 બેઠકો પર આગળ છે. મહાવિકાસ આઘાડી 67 બેઠકો પર બહુમત ધરાવી રહ્યું છે.અત્યારે જે વલણ ચાલુ છે એ જ જો છેવટના પરિણામમાં પલ્ટાશે તો ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે અને એ પોતાના દમ પર સરકાર બનાવી શકશે. એની સીધી અસર એનડીએ ગઠબંધનના ઘટક પક્ષો એટલે કે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી પર પડશે.

શું થશે સાથે પક્ષોનું? :
સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોના ઓશિયાળા નહીં રહેવું પડે તો શિવસેના અને એનસીપીના હાથમાં મોટા મંત્રી પદો નહીં આવે. રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવતાં ભાજપ પોતાના પક્ષની વ્યક્તિને જ મુખ્યમંત્રી બનાવશે અને અન્ય મહત્ત્વના ખાતાં પણ પોતાની પાસે જ રાખશે. ભાજપનું નાક દબાવીને મનગમતાં પદ મેળવી લેવાની સોદાબાજી કરવાની તક આ વખતે શિવસેના અને એનસીપી પાસે નહીં રહે. ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ લીડ મળતાં સોશિયલ મીડિયા પર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર દેવેન્દ્ર ફડણવીસ 12402 મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે.

એકનાથ શિંદેનું શું થશે? :
મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી બનશે તો વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેનું શું થશે? તેમને કદાચ દિલ્હી મોકલી દેવાશે અથવા તો ઉપ મુખ્યમંત્રી પદ અપાશે. પણ શું શિંદે એનો સ્વીકાર કરશે? એનસીપીના અજિત પવારે પણ ભાજપની મહેરબાનીથી જે કંઈ મળે એનાથી ચલાવી લેવાનો વારો આવશે. ટૂંકમાં, રાજ્યમાં એકલે હાથે સત્તા હાંસિલ કરવાની તક મળશે તો એનડીએમાં ભાજપ પહેલાં કરતાં વધુ મજબૂત બની જશે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here