મહાવિકાસ અઘાડીને ખતરો! સાવરકરનું અપમાન સાંખી નહીં લઈએ, રાહુલ ગાંધી પર ભડક્યા ઉદ્ધવ ઠાકરે

0
2

ભાજપને આડેહાથ લેતાં કહ્યું – તમે તમારી પાર્ટીનું નામ ભ્રષ્ટ જનતા પાર્ટી કેમ નથી કરી લેતા?

કહ્યું – વડાપ્રધાન મોદીની ટીકા કરવી એ દેશની ટીકા કરવી કેવી રીતે ગણાય?

વીર સાવરકર અંગે ટિપ્પણી કરનાર કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાવરકર અંગે ખોટા નિવેદનો આપતા બચવા માટે સીધા શબ્દોમાં ચેતવણી આપી છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારને પણ ઘેરી હતી. 

રાહુલ ગાંધીને નસીહત

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હું રાહુલ ગાંધીને જણાવી દેવા માગુ છું કે અમે તમારી ભારત જોડો યાત્રામાં એટલા માટે સાથે ચાલ્યા કેમ કે તે લોકતંત્ર બચાવવા માટે જરૂરી હતું પણ સાવરકર અમારા ભગવાન જેવા છે અને અમે તેમનું અપમાન સાંખી નહીં લઈએ. આપણે લોકતંત્ર બચાવવા માટે સાથે છીએ પણ એવા નિવેદન ન આપશો કે એવા પગલાં ન ભરશો જે આપણી વચ્ચે મતભેદ ઊભા કરી દે. 

સાવરકરના યોગદાનને યાદ કર્યું 

તેમણે કહ્યું કે ભાજપ તમને ભડકાવવા પ્રયાસ કરી રહ્યો છે. જો આજે આપણે ચૂકી જઈશું તો આપણો દેશ નક્કી જ એકતંત્ર તરફ આગળ વધી જશે. તેમણે સ્વતંત્રતા આંદોલનમાં સાવરકરના યોગદાનને યાદ કરતાં કહ્યું કે જે તેમણે સહન કર્યું છે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. 

કેન્દ્રીય એજન્સીઓ અંગે કર્યા આકરા પ્રહાર 

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે ભ્રષ્ટ નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે ભાજપે ભ્રષ્ટાચારના આરોપો મૂકી વિપક્ષના તમામ નેતાઓને પોતાની સાથે જોડી લીધા છે. તમે બ્લેકમેઈલિંગ કરી રહ્યા છો. સત્તાની લાલચમાં આ કાર્ય યોગ્ય નથી. તમે તમારી પાર્ટીનું નામ જ બદલીને ભ્રષ્ટ લોકોની પાર્ટી કેમ નથી કરી લેતા. તમારી પાર્ટીનું નામ તો ભ્રષ્ટ જનતા પાર્ટી હોવું જોઇએ. 

આ કોઈ મોદી ભારત નથી 

ઠાકરેએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીની ટીકા કરવાનો મતલબ એ નથી કે અમે ભારતની ટીકા કરી રહ્યા છીએ.  તેમાં દેશનું અપમાન જ થઈ રહ્યું નથી. જો તમે મોદીની ટીકા કરી રહ્યા છો તો તેમાં દેશનું અપમાન કેવી રીતે ગણાય? આ કોઈ મોદી ભારત નથી.