મહુવા, કપડવંજ બાદ હવે પોતાના ગઢ કલોલમાં પણ ભાજપે સત્તા ગુમાવી

0
168
.latest-news/ahmedabad-news/politics/bjp-loses-kalol-municipalitynews/ahmedabad-news/politics/bjp-loses-kalol-municipality
.latest-news/ahmedabad-news/politics/bjp-loses-kalol-municipalitynews/ahmedabad-news/politics/bjp-loses-kalol-municipality

ભાજપે મહુવા અને કપડવંજ બાદ હવે કલોલ મ્યુનિસિપાલિટીમાં પણ સત્તા ગુમાવી છે. ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય તે પહેલા જ ભાજપના ચાર કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. મહત્વનું છે કે, કલોલમાં 18 વર્ષ સુધી ભાજપ સત્તા પર હતો, જોકે આ વખતે તેને સત્તા બહાર થવું પડ્યું છે.કલોલ નગરપાલિકાની 2016માં થયેલી ચૂંટણીમાં ભાજપને 44માંથી 24 બેઠકો મળી હતી, જ્યારે બાકીની બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી. તે વખતે આનંદીબેન પટેલને ન.પા.ના પ્રમુખ બનાવાયા હતા. અઢી વર્ષ પૂરા થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે સાંજે ચાર વાગ્યે યોજાવાની હતી. જોકે, તે પહેલા જ ભાજપના ચાર કોર્પોરેટરોએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરતા ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો હતો.ભાજપના તિમિર જયસ્વાલ, મંજુલા વજીર, જશોદાબેન રાવલ અને રમીલાબેન પરમાર કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા તિમિર જયસ્વાલને પક્ષે પોતાનો ટેકો જાહેર કરી પ્રમુખ બનાવી દીધા છે, જ્યારે કોંગ્રેસના કાઉન્સિલર પ્રકાશ વારગડેને ઉપ-પ્રમુખ બનાવાયા છે. ભાજપના ચાર કોર્પોરેટરો પક્ષની અંદર ચાલી રહેલી લડાઈથી કંટાળી કોંગ્રેસમાં જોડાયા હોવાની ચર્ચા છેઉત્તર ગુજરાતનું દ્વાર કહેવાતી કલોલ નગરપાલિકા ગુમાવવી ભાજપ માટે મોટી હાર ગણાઈ રહી છે. ભાજપના સૂત્રોનું માનીએ તો, કલોલ ભાજપનો ગઢ કહેવાય છે, અને અહીં છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસના એમએલએની જીત થઈ હોવા છતાં પક્ષે બે દાયકાથી કલોલમાં સત્તા જાળવી રાખી હતી. પ્રમુખ બનવા માગતા વ્યક્તિને જ ટેકો આપી કોંગ્રેસે ભાજપ પાસેથી કલોલ છીનવી લીધું છે, હવે પક્ષ તેની સામે યોગ્ય કાર્યવાહી કરશે.તાજેતરમાં જ ભાજપે ગાંધીનગર, દહેગામ અને માણસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી હતી. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સુર્યસિંહ ડાભીના જણાવ્યા અનુસાર, કલોલના લોકો ભાજપના શાસનમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. લોકોની સમસ્યાઓને ઉકેલવા અમે કેટલાક કાર્યક્રમોની પણ જાહેરાત કરી હતી. કલોલમાં વિકાસનું કોઈ કામ નથી થયું, માટે જનતા ભાજપથી વિમુખ થઈ છેકપડવંજ ને મહુવા નગરપાલિકા પણ આ જ રીતે ભાજપના હાથમાંથી ગઈ છે. કપડવંજમાં 2016માં થયેલી ચૂંટણીમાં ભાજપ પાસે 26માંથી 13 બેઠકો હતી, કોંગ્રેસનો માત્ર 1 બેઠક પર વિજય થયો હતો, જ્યારે બાકીની બેઠકો અપક્ષોને મળી હતી. જોકે, તાજેતરમાંજ ભાજપના કોર્પોરેટરોએ અપક્ષો સાથે મળીને પોતાનું અલગ ગઠબંધન બનાવી લઈ સત્તા હસ્તગત કરી હતી