Sunday, October 4, 2026
HomeGujaratAhmedabad31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખૂલ્લું મૂકી પ્રચાર શરુ કરશે મોદી

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખૂલ્લું મૂકી પ્રચાર શરુ કરશે મોદી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પીએમ મોદી 31મી ઓક્ટોબરના રોજ સરદાર સરોવર પાસે બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરશે. લોખંડી પુરુષ સરદાર પટેલનું આ 182 મીટર ઉંચું સ્ટેચ્યુ દુનિયાનું સૌથી વિશાળ સ્ટેચ્યુ હશે. એટલું જ નહીં, આ સ્ટેચ્યુનું અનાવરણ કરવાની સાથે પીએમ મોદી 2019ની લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન પણ શરુ કરશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે શરુ કરાવ્યો હતો. સરદારના 143મા જન્મદિને તેનું અનાવરણ કરવામાં આવશે. ચીફ સેક્રેટરી જેએન સિંઘે અમારા સાથી અખબાર અમદાવાદ મિરરને જણાવ્યું હતું કે , 31મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો, અને તેનું અનાવરણ તેમના જ હાથે થશે.31મી ઓક્ટોબરે થનારો આ કાર્યક્રમ માત્ર સરદારના સ્ટેચ્યુને જ ખૂલ્લું મૂકવાનો નહીં હોય. તેના દ્વારા પાટીદાર સમુદાયને પોતાના તરફ ફરી આકર્ષિત કરવાનો પ્રયાસ પણ હશે. મહત્વનું છે કે, અનામતની માગ સાથે પાટીદારો લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, અને ભાજપથી તેઓ હાલમાં ખફા છે. ભાજપને આશા છે કે, સરદાર પટેલનું સ્ટેચ્યુ પાટીદારોની નારાજગી દુર કરવામાં મદદ કરશેઆ સ્ટેચ્યુનું ખાતમૂર્હુત 31 ઓક્ટોબર, 2013ના રોજ પીએમ મોદી દ્વારા જ કરવામાં આવ્યું હતું. તેને સરદાર સરોવર ડેમથી 3.32 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે. 3000 કરોડ રુપિયાના આ પ્રોજેક્ટને પીપીપી મોડેલ પર બનાવાઈ રહ્યો છે. એલએન્ડટી દ્વારા આ સ્ટેચ્યુનું નિર્માણ થઈ રહ્યું છે.તેનું કામ શરુ થયું ત્યારે પીએમ મોદીએ આખા ભારતમાંથી તેના માટે ખેડૂતોને લોખંડનું દાન કરવા અપીલ કીર હતી. આ સ્ટેચ્યુ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવી ગુજરાત સરકારને આશા છે. 182 મીટર ઉંચા આ સ્ટેચ્યુમાં લિફ્ટ દ્વારા ઉપર સુધી જઈ શકાય તેવી પણ વ્યવસ્થા છે, અને ત્યાંથી સરદાર સરોવર ડેમનો નયનરમ્ય નજારો જોઈ શકાશે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here