મુંબઈગરાને લોકલ ટ્રેનમાં પ્રવાસની શરતી મંજૂરી

0
22
જેના માટે દિવસ અને રાતના બેથી ત્રણ કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ કલાકોના ટ્રાફિક બાદ કામકાજના સ્થળે પહોંચતા. એ જ પ્રકારે મોડી રાતના લોકો આટલી જ હાલાકી ભોગવતા, તેથી પ્રશાસન દ્વારા મોડે મોડે પણ નિર્ણય લીધો એ રાહતની વાત છે
જેના માટે દિવસ અને રાતના બેથી ત્રણ કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ કલાકોના ટ્રાફિક બાદ કામકાજના સ્થળે પહોંચતા. એ જ પ્રકારે મોડી રાતના લોકો આટલી જ હાલાકી ભોગવતા, તેથી પ્રશાસન દ્વારા મોડે મોડે પણ નિર્ણય લીધો એ રાહતની વાત છે

મુંબઈ: કોરોનાને કારણે મુંબઈની ‘લાઈફલાઈન’ લોકલ ટ્રેનો પર લાગેલા નિયંત્રણો સંપૂર્ણપણે હટી જવાથી પહેલી ફેબ્રુઆરીના સોમવારથી ફરી ધમધમતી થશે. કોરોના પૂર્વે મુંબઈ રેલવેમાં રોજની ૩,૧૦૦થી વધારે લોકલ ટ્રેન દોડાવાતી હતી, જે સોમવારથી તમામ લોકલ ટ્રેનની સર્વિસ રાબેતા મુજબ દોડાવાશે, જ્યારે આ બધી ટ્રેનમાં તમામ પ્રવાસીઓને રાજ્ય સરકાર અને રેલવેએ શરતી પ્રવાસ કરવાની મંજૂરી આપતા લોકોની હાલાકીનો અંત આવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.જૂન મહિનાથી અત્યંત આવશ્યક સેવાના કર્મચારીઓ માટે લોકલ ટ્રેનની સર્વિસ ચાલુ કરવામાં આવ્યા પછી સામાન્ય મુંબઈગરાને ઘરેથી નોકરી/કામકાજના સ્થળેથી ઘરે અવરજવર કરવાનું લોકલ ટ્રેન વિના ભારે હાલાકીભર્યું બન્યું હતું. લોકો ખાનગી વાહનની સાથે સાથે બેસ્ટ અને એસટી બસમાં ટ્રાવેલ કરવા માટે દિવસના સાતથી આઠ કલાક વિતાવતા હતા, પરંતુ હવેથી લોકોને ટ્રેનમાં ટ્રાવેલ કરવાની મંજૂરી આપતા મોટી રાહત થઈ છે. લોકલ ટ્રેનના પ્રવાસને બદલે વસઈ-વિરાર, નાલાસોપારા, બોરીવલી તથા મધ્ય રેલવેમાં કર્જત-કસારા, કલ્યાણ-ડોંબિવલી, થાણેથી લાખો લોકો બેસ્ટ અને એસટી બસમાં ટ્રાવેલ કરતા હતા, જેના માટે દિવસ અને રાતના બેથી ત્રણ કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ કલાકોના ટ્રાફિક બાદ કામકાજના સ્થળે પહોંચતા. એ જ પ્રકારે મોડી રાતના લોકો આટલી જ હાલાકી ભોગવતા, તેથી પ્રશાસન દ્વારા મોડે મોડે પણ નિર્ણય લીધો એ રાહતની વાત છે, એમ રેલ યાત્રી પ્રવાસી સંગઠનના પ્રમુખ સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું. રેલવે પ્રશાસન (પીક અવર્સ તથા નોન પીક અવર્સમાં અલગ અલગ રીતે લોકોને પ્રવાસ કરવા)ના પ્રસ્તાવ અંગે રાજ્ય સરકારને રજૂઆત કર્યા બાદ ગયા સોમવારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની બેઠકમાં તમામ લોકો માટે લોકલ ટ્રેન અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાની જાહેરાત કરી હતી. શુક્રવારે સરકારે આ મુદ્દે નિર્ણય લઈને સવારે જાહેરાત કરીને સામાન્ય લોકો માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની શરતી મંજૂરી આપી હતી. ત્રણ શરત પૈકી સવારે પહેલી ટ્રેનથી સવારના સાત વાગ્યા સુધી, બપોરે ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી તેમ જ રાતના નવ વાગ્યાથી છેલ્લી ટ્રેન સુધી તમામ લોકોને ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી એ સમય ઉચિત નથી. આમ છતાં સરકાર અને રેલવેએ જે નિર્ણય લીધો એ આવકાર્ય છે, એમ ગુપ્તાએ જણાવ્યું હતું.