Saturday, August 29, 2026
Homenationalમોદી સરકારનું વચગાળાનું બજેટ કેવું રહ્યું, કઈ મહત્ત્વની જાહેરાતો થઈ?, વાંચો આ...

મોદી સરકારનું વચગાળાનું બજેટ કેવું રહ્યું, કઈ મહત્ત્વની જાહેરાતો થઈ?, વાંચો આ 20 પોઈન્ટ…

Date:

Related stories

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

વચગાળાના બજેટમાં આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી ટાણે વચગાળાનું બજેટ રજૂ કરી દીધું. આ વખતે તેમણે ફક્ત 1 જ કલાકમાં બજેટ ભાષણનું સમાપન કરી દીધું. જેમાં એવી અનેક જાહેરાતો થઈ અને એવી અનેક આશાઓ પર પાણી ફરી ગયું જે સરકારના બજેટથી રાખવામાં આવી હતી. તો ચાલો જાણીએ આ વખતે વચગાળાના આ બજેટમાં કઈ કઈ જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી અને કયા કયા મુદ્દાઓને આવરી લેવાનો પ્રયાસ કરાયો…. 
x1. વચગાળાના બજેટમાં આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયા. એટલે કે કરદાતાઓને કોઈ રાહત મળી નથી. 

2. રેલવેથી લઈને અન્ય સેક્ટર સુધીના પ્રોજેક્ટ માટે સરકારે તેનું વિઝન રજૂ કર્યું છે. ત્રણ નવા રેલવે કોરિડોર બનાવાશે. યાત્રી ટ્રેનોમાં મોટાપાયે સુધારા કરાશે. 40 હજાર સામાન્ય કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરાશે. 

3. સ્ટાર્ટઅપ માટે ટેક્સ છૂટમાં એક વર્ષનો વધારો કરાયો છે. 

4. લખપતિ દીદી યોજનાનું વિસ્તરણ કરાયું. 

5. રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવાનું ચાલુ રખાશે. 

6. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 11 ટકા ખર્ચ વધુ કરાશે. 

7. સંરક્ષણ ક્ષેત્ર 11.1% ખર્ચ વધારવામાં આવશે જે જીડીપીનો 3.4% હશે. 

8. રાજકોષીય ખાધ 5.1% રહેવાનું અનુમાન છે. 44.90 કરોડ રૂ. ખર્ચ થયો છે જ્યારે 30 લાખ કરોડ રૂપિયાની આવક થઇ છે. 

9. આંગણવાડી વર્કરોને હવે આયુષ્યમાન યોજનાનો લાભ અપાશે. 

10. તેલીબિયાંની રિસર્ચને પ્રોત્સાહિત કરાશે. 

11. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરાશે. 

12. રૂફટૉપ સોલર પ્લાન હેઠળ 1 કરોડ ઘરોને 300 યૂનિટ/મહિનો ફ્રી વીજળી

13. સર્વાઈકલ કેન્સરની વેક્સિનેશન પર ધ્યાન અપાશે. 9-14 વર્ષની છોકરીઓના વેક્સિનેશન પર ખાસ ધ્યાન અપાશે. માતૃ અને શિશુ દેખરેખની યોજનાને પ્રોત્સાહન અપાશે. 

14. સરકાર મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં વધુ 2 કરોડ બનાવશે. પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બની ગયા છે. 

15. 5 ઈન્ટીગ્રેટેડ એક્વાપાર્ક બનાવાશે. 

16. ડિફેન્સ માટે 6.2 લાખ કરોડ રૂપિયાનું બજેટ રખાયું. 

17. મનરેગા માટે 60 હજાર કરોડથી વધારીને 86 હજાર કરોડને બજેટ કરાશે. 

18. છેલ્લાં 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લવાયાનો સરકારનો દાવો. 

19. પીએમ મુદ્રા યોજના હેઠળ 22.5 લાખ કરોડની 43 કરોડ લોન મંજૂર કરાઈ. 

20. 11.8 કરોડ ખેડૂતોને નાણાકીય સહાય અપાઈ. ગરીબ કલ્યાણ યોજનામાં 34 લાખ કરોડ ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરાયા. 

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here