મૌનીમાં દેખાતાં મુમતાઝ મળી અને હવે સલીમની શોધ શરૂ

0
47

બાલાજીના ડ્રીમ પ્રોજેક્ટ જેવી ‘મહેરુનિસા’ તાજ મહલના પ્રણેતા અને મોગલ સલ્તનતના બાદશાહ સલીમ અને મુમતાઝની લવસ્ટોરી પર આધારિત છે. ‘મહેરુનિસા’માં મુમતાઝના કૅરેક્ટર માટે લાંબા સમયથી એક્ટ્રેસની શોધ ચાલતી હતી જે હવે ફાઇનલી પૂરી થઈ છે અને મૌની રોય એની માટે સિલેક્ટ થઈ છે. પ્રોડકશન હાઉસની સૌથી મોટી વ‌િટંબણા એ જ હતી કે તાજ જેવી બેનમૂન ઇમારત જેના પ્રેમમાં બનાવવામાં આવી હોય એ વ્યક્તિ પણ એવી સૌદર્યંવાન અને જાજરમાન લાગવી જોઈએ,

જે મૌનીમાં દેખાતાં મુમતાઝ મળી ગઈ અને હવે સલીમની શોધ શરૂ કરવામાં આવશે.
‘મહેરુનિસા’ સૌથી પહેલાં એક નેશનલ ચેનલને ઓફર કરવામાં આવી હતી, ચેનલને પ્રોજેક્ટ ગમ્યો હતો પણ એપિસોડ દીઠ બજેટ કરોડોમાં પહોંચતું હોવાથી પ્રોડકશન હાઉસ અને ચેનલની વાત આગળ ન વધી અને ફાઇનલી હવે બાલાજીએ એના ડિજિટલ પ્લેટફોર્મ માટે ‘મહેરુનિસા’ બનાવવાનું નક્કી કરી લીધું છે. ‘મહેરુનિસા’ અત્યાર સુધીની સૌથી કોસ્ટલી વેબસીરિઝ હશે, જેના દસ એપિસોડનું બજૅટ જ ત્રીસ કરોડને આંબી જશે.સીરિઝમાં મુમતાઝની યાદમાં બનાવવામાં આવેલા તાજની સર્જનગાથા પણ આવરી લેવામાં આવશે.