Sunday, October 18, 2026
HomeSportsયુવરાજ સિંહના પિતાએ એમએસ ધોની પર આકરા પ્રહારો કર્યા : ધોનીને આટલી...

યુવરાજ સિંહના પિતાએ એમએસ ધોની પર આકરા પ્રહારો કર્યા : ધોનીને આટલી નફરત કેમ કરે છે ?

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એમએસ ધોની પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ અવરનાર જાહેર પ્લેટફોર્મ પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોનીની ટીકા કરતારહે છે. યોગરાજે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું ધોનીને માફ નહીં કરું. તેણે પોતાનો ચહેરો અરીસામાં જોવો જોઈએ. તે એક મહાન ક્રિકેટર છે, પરંતુ તેણે મારા પુત્ર સાથે જે કર્યું તે હવે સામે આવી રહ્યું છે. તેને જીવનમાં ક્યારેય માફ કરી શકાય નહી. મેં જીવનમાં કયારેય કોઈ બાબત બે વાર નથી કરી. પહેલું મારી સાથે જેણે સારું નથી કર્યું, તેને મેં ક્યારેય માફ નથી કર્યા અને બીજું મેં મારા જીવનમાં ક્યારેય તેમને ગળે લગાવ્યા નથી, પછી ભલે તે મારા પરિવારના સભ્યો હોય કે મારા બાળકો. યોગરાજ સિંહે ધોની પર આરોપ લગાવ્યો હતો કે, ‘તેણે જાણી જોઈને યુવરાજની કારકિર્દીમાં દખલગીરી કરી હતી. ધોનીના કેટલાક નિર્ણયોથી યુવરાજની કારકિર્દી ટૂંકી થઇ ગઈ હતી, જે ભારતીય ક્રિકેટ માટે એક મોટી ખોટ હતી. જો ધોનીએ દખલ ન કરી હોત તો યુવરાજ વધુ 4-5 વર્ષ રમી શક્યો હોત. 2011ના વર્લ્ડકપની ફાઇનલ મેચમાં પહેલા બેટિંગ કરવાના ધોનીના નિર્ણયે યુવરાજના ગૌરવની ક્ષણ છીનવી હતી.’ધોની અને યુવરાજ વચ્ચેની તકરાર ફક્ત માત્ર પ્રોફેશનલ કારણો પૂરતી જ મર્યાદિત નથી પરંતુ તે વ્યક્તિગત પણ છે. યોગરાજે કહ્યું હતું કે, ‘ધોનીએ આત્મમંથન કરવાની જરૂર છે અને તેને અરીસામાં પોતાનો ચહેરો જોઈને પોતાની જાતને પ્રશ્ન કરવો જોઈએ. યુવરાજ સાથે તેણે અન્યાય કર્યો છે, એટલે હું ક્યારેય તેને માફ નહીં કરું. તેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેની અને ધોની વચ્ચે કડવાશ ઘણી ઊંડી છે.’

જીવનશૈલી અને સાંસ્કૃતિક મૂલ્યોનો તફાવત :

યોગરાજે ધોનીની જીવનશૈલી અને તેના સાંસ્કૃતિક મૂલ્યોને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ધોનીની ટીકા કરતાં તેમણે કહ્યું કે, ‘તે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે પાર્ટીઓમાં હાજરી આપે છે, જે મારા મૂલ્યોની વિરુદ્ધ છે. ધોનીનું આ પ્રકારનું વર્તન નેશનલ આઇકોન તરીકે તેની ફરજો સાથે મેળ ખાતું નથી. તેમના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે તેમની અને ધોની વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક વિચારધારામાં તફાવત છે.’

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here