રમાદેવી પર ટિપ્પણી મામલે આઝમે ગૃહમાં માંગેલી માફી

0
40
લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે આઝમની માફી રમાની માફી સ્વીકારવાની ના ઃ આઝમ સિરિયલ ગુનેગાર

નવી દિલ્હી,તા. ૨૯
ત્રિપલ તલાક પર લોકસબામાં હાલમાં જ ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા દરમિયાન અધ્યક્ષ ઓમ બિરલાની ગેરહાજરીમાં થોડાક સમય ચેયર રહેલા રમાદેવી સામે કરેલી ટિપ્પણી મામલે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આજે માફી માંગી લીધી હતી. આઝમ ખાને લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ માફી માંગી લીધી હતી. આઝમ ખાને ગૃહમાં બે વખત આજે માફી માંગી હતી. ભાજપના સભ્ય રમાદેવી સામે વાંધાજનક સૂચનો કરવા બદલ હોબાળો થયા બાદ આઝમ ખાને આજે માફી માંગી હતી. ગુરુવારના દિવસથી ભારે હોબાળો જારી રહ્યો હતો. સપ્તાહના વિરામ બાદ આજે લોકસભા ફરી મળતાની સાથે જ સ્પીકર ઓમ બિડલાએ ગૃહમાં બોલવા માટે ખાનને મંજુરી આપી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતા નિવેદન કરતા આઝમ ખાને કહ્યુ હતુ કે રમાદેવી માટે તેઓ ભારે માન ધરાવે છે. તેમના ઇરાદા તેમને અપમાનિત કરવાના ન હતા. આઝમ ખાને કહ્યુ હતુ કે તેઓ બે વખત સંસદીય પ્રધાન તરીકે રહ્યા છે. જ્યારે ચાર વખત મંત્રી તરીકે રહ્યા છે. જ્યારે નવ વખત ધારાસભ્ય તરીકે રહ્યા છે. તેમની કેરિયરમાં તમામ મોટા હોદ્દા પર રહ્યા છે. તેમના નિવેદનના કારણે જા કોઇને ઠેસ લાગી છે તો તેના માટે માફી માંગે છે. રમાદેવી મામલે ટિપ્પણી કરવામાં આવ્યા બાદ આઝમ ખાનની ચારેબાજુ વ્યાપક ટિકા થઇ હતી. બસપના માયાવતી સહિતના તમામ રાજકીય પક્ષોના નેતાઓએ તેમની ટિકા કરી હતી. મોદી સરકારમાં પ્રધાન રહેલા સ્મૃતિ ઇરાની પણ આક્રમક દેખાયા હતા. સ્મૃતિએ કહ્યુ હતુ કે લોકસભા એ જગ્યા નથી જે જગ્યાએ કોઇની સાથે ચેડા કરવામાં આવે. સ્મૃતિ ઉપરાંત તમામ સભ્યોએ તેમના વર્તનને લઇને ટિકા કરી હતી. તે પહેલા પણ આઝમ ખાન વિવાદોના ઘેરામાં રહ્યા છે. અગાઉ જયા પ્રદાના મામલે પણ આઝમ વિવાદના ઘેરામાં રહ્યા હતા. જા કે, ભાજપના સાંસદ રમાદેવીએ તેમની માફી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, આઝમ ખાનની ટિપ્પણી ભારતમાં મહિલાઓ અને પુરુષો બંને માટે અપમાનજનક છે. આનાથી તમામને ઠેસ પહોંચી છે. આઝમ ખાન સિરિયલ ગુનેગાર તરીકે છે. આ પ્રકારની ટિપ્પણી સાંભળવા માટે તેઓ અહીં આવ્યા નથી.