હરિયાણા : મિશન ૭૫ સાથે આગળ વધવા ભાજપ તૈયાર

0
26
ભાજપ -કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા રણનિતી ઉપર કામ જારી ડાન્સર-ગાયિકા સપનાને ભાજપ મોટી જવાબદારી સોંપશે

કુરુક્ષેત્ર,તા. ૨૯
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરવાના ઇરાદા સાથે ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં ૭૫ પ્લસના મિશન સાથે આગળ વધવા માટે તૈયાર છે. વિધાનસભાની ચૂંટણી આડે સમય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ જારદાર તૈયારી શરૂ કરી દેવામા ંઆવી છે. એકબાજુ ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત સત્તા હાંસલ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી ભાજપને સત્તામાંથી દુર કરવા માટે આક્રમક તૈયારીમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં સામેલ થયેલી ગાયિકા અને ડાન્સર સપના ચૌધરીને મોટી જવાબદારી સોંપીને ભારતીય જનતા પાર્ટી જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. સપના ચૌધરી હરિયાણમાં ખુબ લોકપ્રિયતા ધરાવે છે. સપના ચૌધરીના સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટી મિશન ૭૫ પ્લસ સાથે આગળ વધવા માટે તૈયાર છે. એવા હેવાલ પણ આવી રહ્યા છે કે હરિયાણમા જાદુ ચાલી જશે તો તેનો લાભ દિલ્હીમાં પણ મળી શકે છે. હરિયાણામાં જાદુ ચાલશે તો પાર્ટી ત્યારબાદ સપનાન દિલ્હીથી વિધાનસભામાં મોકલી દેવા માટેની તૈયારી કરી શકે છે. દિલ્હીથી સપનાને ભેંટ આપવામાં આવી શકે છે. ગુરુગ્રામમાં વર્ષ ૨૦૧૬માં વિવાદોના કારણે અચાનક ચર્ચામાં આવેલી સપના ચોધરી પહેલા કોંગ્રેસમાં સામેલ થવા માટે ઇચ્છુક હતી. સપના ચોધરી પ્રિયંકા ગાંધી વાઢેરાને પણ મળી હતી. જા કે છેલ્લી ઘડીએ ભોજપુરી ફિલ્મના અભિનેતા અને દિલ્હીમાં ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ સપનાને ભાજપમાં લાવવામાં ભૂમિકા અદા કરી હતી.સપના ચોધરી દિલ્હીમાં ભાજપમાં જાડાયા હતા. જા કે જેજેપીના નેતા દિÂગ્વજય સિંહે એક વિવાદાસ્પદ નિવેદન કરીને સપનાનો માર્ગ હરિયાણામાં પણ ખોલી દીધો હતો. હકીકતમાં લોકસભાની ચૂંટણીમાં તો અસલી ચહેરા તરીકે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. સાથે સાથે મુદ્દો દેશની સુરક્ષાનો રહેલો હતો. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ચહેરા તરીકે મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ હરિયાણમાં ટાર્ગેટ ૭૫ પ્લસ ધરાવે છે. પ્રદેશના ઇતિહાસમાં ચોધરી દેવીલાલે વર્ષ ૧૯૮૭માં હરિયાણમાં ૯૦ પૈકી ૮૫ સીટો મેળવી હતી. સુત્રોના કહેવા મુજબ સપના ચોધરીને આ વખતે મોટી જવાબદારી આપવામાં આવનાર છે.