રાજસ્થાનમાં કોંગ્રેસે પૂરો કર્યો વાયદો, ખેડુતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું

0
35
rajasthan govt announces farm loan waiver for loans upto rs 2 lakh
rajasthan govt announces farm loan waiver for loans upto rs 2 lakh

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડુતોનું દેવું માફ કરવાની જાહેરાત બાદ હવે રાજસ્થાન સરકારે પણ ખેડુતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે.

રાજસ્થાન સરકારે રાજયમાં ખેડુતોના 2 લાખ સુધીના દેવું માફ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ સરકારને 18,000 કરોડનો દેવું ઉઠાવવું પડશે.

મધ્યપ્રદેશમાં સરકાર બન્યાના છ કલાકની અંદર CM કમલનાથે ખેડુતોનું દેવા માફીની જાહેરાત કરી હતી. સાથે આ નિર્ણય પર હસ્તાક્ષર પણ કરી દીધા હતા. આ નિર્ણય પ્રમાણે ખેડુતોના 2 લાક રૂપિયાથી ઓછા દેવા માફ કરવામાં આવશે.

કોંગ્રેસે આ ચૂંટણીમાં તેમના ઘોષણાપત્રમાં દેવા માફીને હાઈલાઈટ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી પહેલા વાયદો કર્યો હતો કે કોંગ્રેસની સરકાર બનવાના 10 દિવસની અંદર ખેડુતોનું દેવું માફ કરવામાં આવશે.