GSAT-29 લોન્ચ, કરશે દરિયાની જાસૂસી અને કાશ્મીરમાં આપશે ઈન્ટરનેટ

0
35

ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરીકોટામાં દેશની નવીનતમ સંચાર ઉપગ્રહ જીસૈટ-29ને બુધવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે હવામાન સાફ હોવાના કારણે ઈસરોને સંચાર ઉપગ્રહ GSAT-29નું લોન્ચિંગ કરવામાં કોઈ મુશ્કેલી થઈ નથી.

ઈસરોના ચેરમેન કે.સિવાન પ્રમાણે સંચાર ઉપગ્રહ જીસેટ-29 પર એક ખાસ હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યો છે. આ કેમેરાને ‘જિયો આઈ’ નામ આપવામાં આવ્યું છે. તેનાથી હિંદ મહાસાગર પર નજર રાખી શકાશે. તે સાથે જ સંચાર ઉપગ્રહથી જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર-પૂર્વી ભારતના વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદ કરશે.

તેમની બીજી ઉડાનમાં જીએસએલવી-એમકે 3 રોકેટ જીસેટ-29ને ભી-સ્થિર કક્ષમાં સ્થાપિત કરશે. પૂર્વમાં ચક્રવાત ગાજાના ચેન્નાઈ અને શ્રી હરિકોટાનો બીચ પાર કર્યો હોવાનો અંદાજ છે. જોકે તે પછી ઈસરોનું કહેવું છે કે, લોન્ચનો કાર્યક્રમ હવામાન પર નિર્ભરહોય છે