વર્લ્ડ બેન્કના પ્રમુખપદના ઉમેદવાર અજય બંગા કોરોના પોઝિટવ, PM મોદી સાથે મુલાકાત થવાની હતી

0
5

હાલમાં આઇસોલેશનમાં છે. અમેરિકી નાણા વિભાગે આ માહિતી આપી

તેમણે યુરોપ, લેટિન અમેરિકા અને એશિયાના દેશોની યાત્રા કરી હતી

વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નોમિનેટ અજય બંગા તેમના વિશ્વ પ્રવાસના છેલ્લા તબક્કામાં બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે, પરંતુ નવી દિલ્હીમાં નિયમિત પરીક્ષણ દરમિયાન બંગા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આઇસોલેશનમાં છે. અમેરિકી નાણા વિભાગે આ માહિતી આપી.

ભારતમાં વધ્યા કોરોનાના કેસ 

ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં 1,134 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 7,026 થઈ ગયા છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, નવી દિલ્હીમાં બુધવારે 5.08 ટકાના પોઝિટિવિટી રેટ  સાથે કોરોનાવાયરસના 84 કેસ નોંધાયા છે.

બંગા અગાઉ યુરોપ, લેટિન અમેરિકા અને એશિયાના દેશોની મુલાકાત લઈ આવ્યા હતા 

બંગાની નવી દિલ્હીની મુલાકાત (23 અને 24 માર્ચ) તેમના ત્રણ સપ્તાહના વૈશ્વિક પ્રવાસનું છેલ્લું સ્ટોપ છે. બંગાની યાત્રા આફ્રિકાથી શરૂ થઈ હતી, ત્યારબાદ તેમણે યુરોપ, લેટિન અમેરિકા અને એશિયાના દેશોની યાત્રા કરી હતી. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, અજય બંગા નિયમિત પરીક્ષણ દરમિયાન કોવિડ -19 પોઝિટિવ મળી આવ્યા છે, પરંતુ તે એસિમ્પટમેટિક છે એટલે કે તે હજી સુધી કોરોનાના લક્ષણો દેખાતો નથી. સ્થાનિક માર્ગદર્શિકાને અનુસરીને તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નાણા વિભાગે તેના અગાઉના નિવેદનમાં કહ્યું હતું કે ભારતની મુલાકાત દરમિયાન 63 વર્ષીય બંગા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળવાના છે. બંગાના નોમિનેશનની જાહેરાત થયા પછી તરત જ, ભારતે તેમની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. 

પીએમ મોદી સાથે અજય બંગાની આજે મુલાકાત નક્કી છે

અજય બંગા તેમની બે દિવસની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. આ ઉપરાંત તેમના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ.કે. જયશંકર સહિત અનેક દિગ્ગજોને મળવાનો કાર્યક્રમ છે. આ દરમિયાન વિશ્વ બેંક અને વૈશ્વિક આર્થિક વિકાસ પડકારો પર ચર્ચા થશે.