શહીદ એરકોમોડોર સંજય ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

0
167
saurasthra-kutch/funeral-of-martyr-pilot-sanjay-chaunhan-with-guard-of-honor-in-jamnaga
saurasthra-kutch/funeral-of-martyr-pilot-sanjay-chaunhan-with-guard-of-honor-in-jamnaga

ગત 5 જૂને જામનગર એરવેઝ પરથી ઉડેલું ફાઈટર પ્લેન જગુઆર કચ્છના મુંદ્રા પાસે તૂટી પડ્યું હતું. જેમાં સવાર એરફોર્સના એરકોમોડોર સંજય ચૌહાણ શહીદ થઈ ગયા હતા. તેઓએ ગત મંગળવારે સવારે રૂટિન તાલીમ અર્થે જગુઆર વિમાનમાં ઉડાન ભરી હતી. આ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા વિમાન તૂટી પડ્યું હતું અને તેઓ શહીદ થયા હતા. શહીદ સંજય ચૌહાણ પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવી શક્યા હોત, પણ તેમણે જોયું કે, પ્લેન એક ગામ પર પડે તેમ છે એટલે તેમણે લોકોનો જીવ બચાવવા શહીદી વહોરી લીધી. તેમના પુત્ર લંડનમાં હોવાથી તે તેમજ અન્ય પરિવારજનો બુધવારે જામનગર પહોંચી શક્યા ન હતાં. તેઓ આજે જામનગર પહોંચ્યા હતા. આથી શહીદ સંજય ચૌહાણની અંતિમવિધી આજે સવારે જામનગરના માણેકબાઈ સુખધામ સ્મશાનમાં કરવામાં આવી હતી. ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમવિધી કરવામાં આવી હતી. આ પૂર્વે એરફોર્સના જવાનો દ્વારા સલામી આપી પરેડ કરવામાં આવી હતી.