Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadસુખી-સંપન્ન પરિવારનાં દંપતીનો 23 વર્ષના દીકરા સાથે આપઘાત

સુખી-સંપન્ન પરિવારનાં દંપતીનો 23 વર્ષના દીકરા સાથે આપઘાત

Date:

Related stories

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

વડોદરા: શહેરનાં એક સંપન્ન પરિવારે પોતાની કારમાં સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પરિવારે પાવાગઢ હાઈવે પર આવેલા ભાટ ગામ પાસે પોતાની કારમાં બેઠા-બેઠા જ ઝેર પી લીધું હતું. મૃતક પરિવાર શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો હતો.મકરપુરાની ચિત્રકૂટ સોસાયટીના બંગલા નંબર 1664માં રહેતા વિક્રમ ત્રિવેદી(ઉં. 55 વર્ષ), તેમનાં પત્ની હિનાબેન ત્રિવેદી (ઉં.52) અને પુત્ર હર્નિલ (ઉં. 23 વર્ષ) બુધવારે રાત્રે પોતાના ઘરેથી ભાટ ગામ પાસે આવ્યા હતા. આ પરિવારે કારની અંદર જ ઝેરી દવા ગટગટાવી લેતા ત્રણેયના મોત થયા હતા. આ અંગે એક સ્થાનિકે પોલીસને જાણ કરી હતી કે, રસ્તા પર પાર્ક કરાયેલી કારમાં ત્રણ ડેડબોડી પડી છે.આ અંગેની માહિતી મળતા પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે ત્રણેય મૃત હાલતમાં હતા. મૃતદેહોને પીએમ માટે મોકલી આપીને પોલીસે શા માટે આખાય પરિવારે આપઘાત કર્યો તેની તપાસનો ધમધમાટ પણ શરુ કર્યો છે. પોલીસને મળેલી માહિતી અનુસાર, મૃતક વિક્રમ ત્રિવેદીને કલર કામનો બિઝનેસ હતો.મકરપુરામાં રહેતો ત્રિવેદી પરિવાર ખાધેપીધે પણ સુખી હતો. પોલીસને અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે, વિક્રમભાઈને આર્થિક સંકડાશ હોય તેવી નક્કર કડી નથી મળી. વળી, પરિવારમાં કોઈ કંકાસ પણ નહોતો. પોલીસે હાલ મૃતકોના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી છે. મૃતકનો એક ભાઈ ઓસ્ટ્રેલિયા, જ્યારે બીજો હૈદરાબાદ રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here