શિક્ષણ પર ખર્ચ મામલે ભારત વિશ્વમાં 136મા ક્રમે; હોમવર્ક કરાવવામાં ભારતીય નંબર 1

0
33
/news/NAT-HDLN-india-expense-on-education-is-very-poor-they-are-on-136-number-gujarati-news-5963140-NOR.html?ref
/news/NAT-HDLN-india-expense-on-education-is-very-poor-they-are-on-136-number-gujarati-news-5963140-NOR.html?ref

શિક્ષણ પર ખર્ચના મામલે ભારતની સ્થિતિ ખૂબ સંતોષકારક નથી. આ ક્ષેત્રમાં ખર્ચના મામલે ભારત દુનિયામાં 136મા સ્થાને છે. જરૂરિયાત મુજબ ઓછો ખર્ચ અને ક્વોલિટી એજ્યુકેશનના અભાવને યુવા સૌથી મોટી ચિંતા ગણે છે. તાજેતરના અકે ઇન્ટરનેશનલ સર્વે મુજબ 86% નવયુવાન ભારતના ભવિષ્યને લઈને આશાવાદી તો છે પરંતુ તેમાંથી 33% યુવા શિક્ષણનો અભાવ ચિંતાનો વિષય ગણાવ્યો.

દુનિયામાં શિક્ષણ પર સૌથી વધુ ખર્ચ કરનારો દેશ નોર્વે છે. તે પોતાના જીડીપીના 6%થી વધુ ખર્ચ શિક્ષણ પર કરે છે. જોકે, બાળકોને ભણાવવા અને તેમને હોમવર્ક કરાવવામાં સમય આપવાના મામલે ભારતીય દુનિયામાં પહેલા નંબરે આવે છે.

મોટા દેશોમાં શિક્ષણ પર ખર્ચ

ભારતમાં આ વર્ષે જનરલ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે કુલ 85 હજાર 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તે અગાઉના વર્ષના સંશોધિત બજેટથી માત્ર 3 હજાર 141 કરોડ રૂપિયા વધારે છે. આ રીતે દેશના શિક્ષણ બજેટમાં આ વર્ષે માત્ર 3.69%નો જ વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2012-13માં શિક્ષણ ક્ષેત્રે થનારો ખર્ચ જીડીપીના 3.1% હતો. 2014-15માં આ ખર્ચ 2.8% અને 2015-16માં તે 2.4% સુધી આવી ગયો. જોકે, 2016-17 અને 2017-18માં તેમાં થોડી વૃદ્ધિ થઈ અને હવે આ આંકડો 2.7% પર આવી ગયો છે.

નર્સરીથી લઈને અંડર ગ્રેજ્યુએટ કોર્સ સુધી બાળકોના અભ્યાસ પર હોંગકોંગ, યૂએઈ, સિંગાપુર અને અમેરિકાના લોકો સરેરાશ સૌથી વધુ ખર્ચ કરે છે. બીજી તરફ, બ્રિટન, કેનેડા અને ભારતમાં આ આંકડો 25 લાખ રૂપિયાથી ઓછો છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક સર્વે મુજબ, બાળકોના અભ્યાસ અને હોમવર્ક પૂરું કરવામાં મદદ કરવામાં ભારતીય પેરેન્ટ્સ સૌથી વધુ સમય આપે છે. ભારતીય દર સપ્તાહે સરેરાશ 12 કલાકનો સમય બાળકોના અભ્યાસમાં તેમની મદદ કરવામાં ફાળવે છે. બ્રિટેન અને જાપાનના પેરેન્ટ્સ આ મામલામાં સૌથી ઓછો સમય આપે છે.