સંપર્ક-સમર્થન અભિયાન: પુરૂષોત્તમ રૂપાલાએ શંકરસિંહ વાઘેલાની મુલાકાત લીધી

0
369
Rupala meets to Shankarsinh Vaghela

અમદાવાદઃ ભાજપનાં સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે પૂર્વ કોંગ્રેસી નેતા વસંત વગડા ખાતે કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાની મુલાકાત કરી હતી.

શંકરસિંહ વાઘેલાનાં નિવાસ સ્થાને બંને નેતાઓ વચ્ચે આજે મુલાકાત થઈ હતી. પુરૂષોત્તમ રૂપાલા આજે વસંત વગડા ગયાં હતાં કે જ્યાં તેમણે શંકરસિંહ વાઘેલા સાથે વાતચીત કરીને તેમનું સમર્થન માંગ્યું હતું.

આ પ્રસંગે રૂપાલાએ શંકરસિંહને મોદી સરકારની 4 વર્ષની કામગીરીની ઉપલબ્ધિઓનું પુસ્તક પણ આપ્યું હતું. મહત્વનું છે કે 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંપર્ક ફોર સમર્થન અભિયાનની શરૂઆત કરી છે. વાઘેલા આ પુસ્તકને લઈને સરકારે વાસ્તવિકતામાં કામ કર્યાં છે કે નહીં તેની જાણકારી મેળવશે તેમ કહ્યું હતું.

વાઘેલાએ જણાવ્યું કે, જો સરકારે કામ કર્યા હશે તો અભિનંદન આપવામાં આવશે અને કામ નહીં કર્યા હોય તો સરકારનું ધ્યાન દોરવામાં આવશે. મહેન્દ્રસિંહ વાઘેલાનાં ભાજપમાં આવવા મુદ્દે રૂપાલાએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ભાજપમાં જોડાવવા માટે તમામ લોકો માટે પક્ષનાં દરવાજા ખુલ્લાં છે.