સબરીમાલા મંદિરના પટ શનિવારે ખુલશે, મહિલાઓના પ્રવેશ માટેની સર્વદલીય બેઠક નિષ્ફળ17 નવેમ્બરથી 2 મહિના માટે સબરીમાલાના પટ ખુલશે, આ દરમિયાન વાર્ષિક પૂજા થશે

0
35
news/NAT-HDLN-sabarimala-temple-kerala-cm-call-all-party-meet-ahead-makaravilakku-season-gujarati-news-5982251-NOR.html?ref=ht
news/NAT-HDLN-sabarimala-temple-kerala-cm-call-all-party-meet-ahead-makaravilakku-season-gujarati-news-5982251-NOR.html?ref=ht

– મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવા અંગેના સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર કેરળ સરકારે બોલાવી હતી સર્વદલીય બેઠક

– 3 કલાક ચાલેલી સર્વદલીય બેઠક નિષ્ફળ, ભાજપ અને કોંગ્રેસે કર્યું વોકઆઉટ

તિરુંઅનંતપુરમઃ સબરીમાલા મંદિરના પટ 17 નવેમ્બરથી બે મહિના માટે ખુલશે. આ દરમિયાન વાર્ષિક પૂજા “મંડાલા મક્કારાવિલ્લાક્કા’ થશે. જોકે મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવા અંગે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેને જોતા ગુરૂવારે કેરળ સરકારે તમામ પાર્ટીઓની બેઠક બોલાવી અને પ્રસ્તાવ રાખ્યો છે કે મહિલાઓના દર્શન માટે અલગ દિવસ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે બેઠક વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપના વોકઆઉટના કારણે નિષ્ફળ રહી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અત્યાર સુધીમાં સબરીમાલા મંદિરના પટ બે વાર ખોલવામાં આવ્યા છે. જોકે વિરોધના કારણે કોઈ પણ મહિલાઓ જેમની ઉંમર 12-50 વર્ષની વચ્ચે છે, તે દર્શન માટે જઈ શકી ન હતી.

ભક્તોની ભાવનાઓનું સમ્માન કરીએ છીએ- કેરળ સરકાર

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિપક્ષી પાર્ટીઓના વોકઆઉટ બાદ જણાવ્યું હતું કે અમે એવી શકયતા પર વિચાર કરી રહ્યાં હતા કે મંદિરમાં મહિલાઓના દર્શન માટે અલગ દિવસ નક્કી કરવામાં આવે. તેના માટે ચર્ચાની આવશ્યકતા હતી. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવે. રાજય સરકાર આ ચુકાદાની સામે કોઈ પણ પગલું ભરી ન શકે. પરંતુ અમે ભકતોની ભાવનાઓનું સમ્માન કરી છે.

તમામ ભકતોને સુરક્ષા ઉપલબ્ધ કરાવીશું

વિજયને કહ્યું કે સરકાર અડગ નથી, પરંતુ અમારી પાસે સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોર્ટ જે પણ ચૂકાદો આપે અમે તેનું અનુસરણ કરીશું. ભકતોની જયાં સુધી વાત છે ત્યાં સુધી તેમણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અમે તમામ ભકતોને સુરક્ષા ઉપલબ્ધ કરાવીશું. સરકારે અદાલતના ચુકાદાનું સમ્માન કરવાનું છે અને ભકતોએ તે બાબતને સમજવી જોઈએ.

સમયની બરબાદી હતી સર્વદલીય બેઠકઃ ભાજપ

વિપક્ષે સર્વદલીય બેઠકમાં માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને 22 જાન્યુઆરી સુધીમાં લાગૂ ન કરવામાં આવે. કારણ કે આ દિવસે જ કોર્ટ અગાઉ સપ્ટેમ્બરમાં આપેલા ચુકાદા પર ફેર વિચારણા કરનાર છે. વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું કે સરકાર કોર્ટનો ચૂકાદો લાગુ કરવા પર અડગ છે. તે ભકતો માટે એક પડકાર છે. સબરીમાલા ધામને નબળું કરવાની કોશિશ છે. કેરળ ભાજપના ચીફ પીએસ શ્રીધરન પિલ્લાઈએ કહ્યું કે ઓલ પાર્ટી મિટિંગ એ સમયની બરબાદી હતી.