બિહારઃ તેજસ્વીના આરોપ- નીતિશે મારા ઘરમાં જાસૂસી કરાવવા CM હાઉસમાં લગાવ્યાં કેમેરા

0
104
news/NAT-HDLN-rjd-leader-tejaswi-yadav-accused-cm-nitish-kumar-on-snooping-gujarati-news-5982129-NOR.html?ref=ht
news/NAT-HDLN-rjd-leader-tejaswi-yadav-accused-cm-nitish-kumar-on-snooping-gujarati-news-5982129-NOR.html?ref=ht

JDUએ પૂછ્યું- મુખ્યમંત્રી નિવાસસ્થાનની સુરક્ષા તેજસ્વીને પૂછીને નક્કી થશે?
તેજસ્વીએ કહ્યું- જ્યારે પહેલાંથી સ્થાયી સુરક્ષા ચોકી તહેનાત છે તો પછી કેમેરો કેમ લગાવ્યો?
પટનાઃ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે નીતિશે મારા ઘરમાં ઝાંકવા માટે કેમેરા લગાવ્યાં છે, મારા પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે.

શું આ સુરક્ષા માટે નીતિશનું પાગલપન છે- તેજસ્વી

– તેજસ્વી ટ્વીટ કર્યું કે- શું આ નીતિશજીનું સુરક્ષાને લઈને પાગલપન છે. કે ફરી અસુરક્ષા, નિરાશા અને ડર જેવાં કારણો છે. જે કારણે તેઓએ એકમાત્ર કેમેરાને ઠીક મારા અને તેમના ઘરની બાઉન્ડ્રી વોલ પર લગાવ્યાં છે. તે ઝાંકવા માટે જ છે? જ્યારે ત્યાં પહેલાંથી સ્થાયી સુરક્ષા ચોકી તહેનાત છે, તો પછી તેઓને ત્યાં કેમેરાની જરૂર કેમ પડી?

તેજસ્વીએ ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે. તેઓએ લખ્યું કે- મુખ્યમંત્રી આવાસ ત્રણ તરફથી મેઈન રોડથી ઘેરાયેલું છે. વિપક્ષના નેતાનું ઘર ચોથી બાજુ છે. મુખ્યમંત્રીએ પોતાના રાજનીતિક વિરોધીના ઘર તરફ સીસીટીવી લગાડવાની જરૂર કેમ સમજી? મુખ્યમંત્રીની આ તુચ્છ ચાલ છે.