Monday, September 14, 2026
HomeGujaratAhmedabadગાંધીનગર મનપાના વિપક્ષી નેતાના પુત્રનો મૃતદેહ મળ્યો

ગાંધીનગર મનપાના વિપક્ષી નેતાના પુત્રનો મૃતદેહ મળ્યો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મરતાં પહેલાં પિતરાઈ ભાઈને ફોન ઉપર કહ્યું, છેલ્લીવાર મારું મોં જોવું હોય તો નભોઈ કેનાલ આવી જાવ
અમદાવાદ, તા.૨૧
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આજે વહેલી સવારે તેમના પુત્રની લાશ જાસપુર નજીક કેનાલમાંથી ફાયર વિભાગે બહાર કાઢી હતી. બીજીબાજુ, જયરાજસિંહે આત્મહત્યા કયા કારણોસર કરી તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે મોડી સાંજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહે (૨૩ વર્ષ) પિતરાઇ ભાઇને ફોન કરી કહ્યું હતું કે, છેલ્લીવાર મારું મોં જોવું હોય તો નભોઈ કેનાલ આવી જાવ. જેથી તાત્કાલિક પરિવારજનો કેનાલ પાસે પહોંચ્યા હતા જ્યાં જયરાજસિંહનું બાઈક, ચંપલ અને પાકીટ કેનાલ પાસેથી મળી આવતા સોમવાર રાતથી જ શંકાના આધારે ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી હતી પરંતુ ભારે શોધખોળ છતાં તેનો કોઇ પતો લાગ્યો ન હતો. દરમ્યાન આજે વહેલી સવારે જાસપુર નજીક કેનાલમાંથી જયરાજસિહની લાશ મળી આવતા ફાયરની ટીમે તેને બહાર કાઢી હતી. લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જુવાનજાધ પુત્રની લાશ જાતાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પરિવાર પર જાણે આભ તૂટી પડયુ હતું. સમગ્ર પરિવાર ઘેરા શોક અને આઘાત ગરકાવમાં બન્યો હતો. બીજીબાજુ, હવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી જયરાજસિંહના આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. બનાવને પગલે સમગ્ર ગાંધીનગર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. રાજકીય વર્તુળમાં પણ આ બનાવને લઇ શોકની લાગણી ફેલાઈ હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here