હેમકુંડ સાહિબમાં 7થી 8 ફૂટ હિમવર્ષાને પગલે બાળકો અને વૃદ્ધો પર મૂકાયો ટ્રાવેલ બેન, તંત્રનો નિર્ણય

0
9

બીમાર વ્યક્તિઓને પણ યાત્રા ન કરવાના કડક નિર્દેશ

આ યાત્રા હવે ફરી 20મેથી શરૂ થઈ શકે છે

હેમકુંડ સાહિબમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને જ બાળકો અને 60 વર્ષથી વધુ વયના લોકો પર ટ્રાવેલ બેન મૂકી દેવામાં આવ્યો છે. તેની સાથે બીમાર વ્યક્તિઓને પણ યાત્રા ન કરવાના કડક નિર્દેશ આપવામાં આવ્યા છે. એક અધિકારીએ આ માહિતી આપી હતી. આ યાત્રા હવે ફરી 20મેથી શરૂ થઈ શકે છે. એક સત્તાવાર નોટિફિકેશનમાં જણાવાયું હતું કે હેમકુંડ સાહિબમાં સાતથી આઠ ફૂટ જેટલી હિમવર્ષા થવાને પગલે બાળકો અને વૃદ્ધોના યાત્રા કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. હવે પછી 20 મેથી હેમકુંડ સાહિબના કપાટ ફરી ખુલશે. હેમકુંડ સાહિબ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ નરેન્દ્રજીત સિંહ બિંદ્રાએ કહ્યું હતું કે ચમોલી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર હેમકુંડ સાહિબની મુલાકાતે આવનારા યાત્રીઓની સંખ્યાને મર્યાદિત રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.