Friday, August 21, 2026
HomeBusiness360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ ઓફિસર તરીકે નિમણૂંક...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ ઓફિસર તરીકે નિમણૂંક કરી

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક 360 વન(360 ONE) કે જે 82 અબજ ડોલરની AUM ધરાવે છે તેણે ચીફ ગ્રોથ એન્ડ પીપલ ઓફિસર તરીકે શ્રી અભિષેક ભલોટીયાની નિમણૂંકની જાહેરાત કરી છે. શ્રી અભિષેક ગ્રુપમાં બે મહત્વના એજેન્ડા ગ્રોથ, બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ રેવેન્યૂ પ્રેક્ટિસ મેનેજમેન્ટ અને પીપલ એજેન્ડાનું નેતૃત્વ કરશે.

અભિષેક વેલ્થ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ બિઝનેસિસમાં 360 ONEના બિઝનેસને વિકસાવવાને લગતી વ્યૂહરચનાને યોગ્ય આકાર આપશે અને સંચાલન કરશે, જેમાં અલ્ટ્રા-હાઈ-નેટ-વર્થ(UHNW),હાઈ-નેટ-વર્થ(HNW), અને બિન-નિવાસી ભારતીય(NRI) સાથે સાથે વૈશ્વિક સ્તર પર સંસ્થાગત આદેશો તથા પ્રાથમિકતા ધરાવતા ભૌગોલિક ક્ષેત્રનો સમાવેશ થાય છે.

360 ONEના સ્થાપક, MD અને CEO શ્રી કરણ ભગતે જણાવ્યું હતું કે, “પ્રાઈવેટ બેન્કિંગ, ઈન્સ્ટિટ્યુશનલ સેલ્સ અને એસેટ મેનેજમેન્ટમાં અભિષેકનો જે ત્રણ દાયકાનો લીડરશિપનો અનુભવ છે તે તેમને 360 ONEના આગામી પડાવ માટે બિલકુલ યોગ્ય બનાવે છે. અમારા માટે ગ્રોથ અને લોકો કામગીરીમાં એક સમાન હિસ્સો છે,જેને મોટા પ્રમાણમાં અમલી બનાવવામાં આવે છે. અમને વિશ્વાસ છે કે તેઓ ગ્રુપમાં આવકને લગતી જે સંભાવના રહેલી છે તેની ક્ષમતા અને લીડરશિપને મજબૂત કરવાની કામગીરીમાં તેઓ વધુ ગંભીરતા અને ગહનતા લાવશે.

360 ONEના ચીફ ગ્રોથ એન્ડ પીપલ ઓફિસર શ્રી અભિષેક ભલોટિયાએ જણાવ્યું હતું કે, “360 ONEએ વેલ્થ, એસેટ અને કેપિટલ બિઝનેસમાં એક વિશેષ અને ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ બનાવ્યું છે. ગ્રોથના આગામી તબક્કામાં વ્યૂહરચનાની સાથે-સાથે ટેલેન્ટ અને કલ્ચર પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. હું લીડરશીપ અને બિઝનેસ ટીમો સાથે મળી કામ કરવા માટે ઉત્સાહિત છું, જેથી આવકનું યોગ્ય પ્લાનિંગ અને ટ્રેકિંગની પદ્ધતિમાં વધારે સ્ટાન્ડર્ડાઈઝેશન લાવી શકાય અને આ ગ્રુપની મહત્વકાંક્ષાને અનુરૂપ લીડરશિપ ટીમ તૈયાર કરી શકાય.”

અભિષેક 360 ONE માટે પીપલ એજન્ડાનું પણ નેતૃત્વ કરશે. તેઓ ગ્રુપની ટેલેન્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી અને હાયરિંગને લગતા અભિગમને કંપનીના લાંબા સમયના ગ્રોથ લક્ષ્યાંકો પ્રમાણે તૈયાર કરશે. તેઓ વેલ્થ, એસેટ અને કેપિટલ લીડરશિપ સાથે મળી વ્યૂહાત્મક બિઝનેસના નિર્માણ માટે કામ કરશે, જેથી આ ફ્રેન્ચાઈઝીસ વધતી રહે. તેઓ તમામ બિઝનેસ અને કામગીરીમાં લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ એજેન્ડા તૈયાર કરશે અને તેને સંભાળશે, જેમાં સિનિયર મેનેજમેન્ટના ડેવલપમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જેમ-જેમ 360 ONEનું વિસ્તરણ થઈ રહ્યું છે તથા તાજેતરમાં જ થયેલા હસ્તાંતરણો તેમાં સામેલ કરવામાં આવી રહ્યા છે ત્યારે અભિષેક ગ્રુપના કલ્ચર કસ્ટોડિયન તરીકે પણ કામ કરશે. તેઓ એ બાબત સુનિશ્ચિત કરશે કે કંપનીના વિકાસની સાથે સાથે તેના મૂલ્ય તથા કામ કરવીની પદ્ધતિ એક સમાન જળવાઈ રહે.

અભિષેક પાસે કોટક ગ્રુપ સાથે ત્રણ દાયકાથી વધારે અનુભવ રહ્યો છે. તેમણે ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રાઈવેટ બેન્કિંગ, ઈન્સ્ટિટ્યુશનલ સેલ્સ, એસેટ મેનેજમેન્ટ, ઈક્વિટી અને ફિક્સ્ડ ઈનકમ સેલ્સ એન્ડ ટ્રેડિંગ, તથા પ્રોપ્રાઈટરી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ જેવા સેક્ટરોમાં લીડરશીપની ભૂમિકા ભજવે છે. પોતાની તાજેતરની ભૂમિકામાં તેમણે કોટક બેન્કના મુખ્ય પ્રાઈવેટ બેન્કિંગ બિઝનેસ માટે નેશનલ બિઝનેસ વડા તરીકે કામ કર્યું છે, જ્યાં તેમણે તેના પ્રોપોઝીશનને આગળ વધારેલ અને સમગ્ર દેશમાં તેના વિકાસને ગતિ આપી છે.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here