Tuesday, October 6, 2026
HomeBusinessહાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ અને તોશિબા પોર્ટફોલિયો...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ અને તોશિબા પોર્ટફોલિયો પ્રસ્તુત કર્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના નવા તબક્કાનું પ્રતીક છે

ભારત, 21 ઓગસ્ટ, 2026 : આંતરરાષ્ટ્રીય સ્તરની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ કંપની હાઇસેન્સે ભારતમાં પોતાનું પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર અને પોતાનું નવું હેડક્વાર્ટર્સ ગુરુગ્રામના AIPL માસ્ટરપીસમાં ખોલ્યું છે. આ સેન્ટર હાઇસેન્સના ટેલીવિઝન, એર કન્ડિશનર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર અને અન્ય હોમ એપ્લાયન્સિસની સાથે તોશિબાના ટેલીવિઝનને એકસાથે લાવે છે, જેમાં ભારતીય બ્રાન્ડનાં હાલનાં અને આગામી એવોર્ડ-વિનિંગ પ્રોડક્ટ પોર્ટફોલિયોની સંપૂર્ણ રેન્જને એક જગ્યાએ જોઈ શકાય છે.

આ સેન્ટરમાં હાઇસેન્સની અત્યાધુનિક ટેલીવિઝન ટેકનોલોજી પ્રસ્તુત થઈ છે, જેમાં એની RGB મિનીLED TVs, લેસર TV, એની ઇન્ટેલિ કૂલ પ્રો સીરિઝ એર કન્ડિશનર અને તાજેતરમાં લોંચ થયેલા ટોપ-લોડ અને સેમિ-ઓટોમેટિક વોશિંગ મશીનો શામેલ છે. સ્ટોરમાં હાઇસેન્સની ફ્લેગશિપ 100-ઇંચ અને 116-ઇંચ મોડલમાં UX RGB મિનીLED સીરિઝ તેમજ તોશિબાના 85ZXSP 85-ઇંચ ટીવી પણ ડિસ્પ્લે પર જોવા મળશે. તેમાં આગામી પ્રોડક્ટ્સમાં સ્માર્ટ સ્ક્રીન અને ડબલ-ડોર રેફ્રિજરેટર, ટ્રિપલ ડ્રમ X-ઝોન માસ્ટર અને ફ્રન્ડ-લોડ વોશિંગ મશીનો, હાઇસેન્સ હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિગ (HVAC), ડિશવોશર અને માઇક્રોવેવ ઓવન અને એર ફ્રાયર જેવા નાનાં હોમ એપ્લાયન્સિસ પણ શામેલ હશે. આ ઉત્પાદનોને ભારતમાં સમયે-સમયે અલગ-અલગ તબક્કાઓમાં પ્રસ્તુત કરવામાં આવશે.

આ લોંચ પર હાઇસેન્સ ઇન્ડિયાના સીઇઓ પંકજ રાણાએ કહ્યું હતું, “ભારતમાં અમારું પ્રથમ પ્રોડક્ટ એક્સપિરિયન્સ સેન્ટરનું ખુલવું દેશમાં અમારી સફરનો એક મહત્વપૂર્ણ તબક્કો છે. અમે ટેલીવિઝનની દુનિયાથી આગળ વધીને એક સંપૂર્ણપણે મલ્ટિ-કેટેગરી કન્ઝ્યુમર એપ્લાયન્સિસ બ્રાન્ડ બનવાની દિશામાં આગેકૂચ કરી રહ્યાં છીએ, જેમાં બહોળી રિટેલ કામગીરી, પ્રોડક્ટનો વધતો પોર્ટફોલિયો અને સ્થાનિકીકરણમાં વધારાથી ટેકો મળ્યો છે. આ સેન્ટર હાઇસેન્સ અને તોશિબાના ટીવી પોર્ટફોલિયોને એકસાથે લાવે છે. સાથે સાથે, આ અમારા પાર્ટનરો અને હિતધારકોને એ ઉત્પાદનોને અજમાવવાની તક આપે છે, જે હજુ પણ બજારમાં છે અને જેમને આગામી મહિનાઓમાં ભારતમાં લોંચ કરવાની યોજના છે. જેમ જેમ અમે આગળ વધી રહ્યાં છીએ, તેમ તેમ અમારું ધ્યાન ભારતીય ગ્રાહોક માટે કામના ઉત્પાદનો અને ટેકનોલોજી લાવવા પર રહેશે. સાથે સાથે, અમે બજારમાં અમારી મજબૂત અને લાંબા ગાળાની હાજરી પણ ઊભી કરીશું.”

જ્યારે હાઇસેન્સ ઇન્ડિયા દેશભરમાં પોતાની ઓફલાઇન હાજરી વધારી રહી છે, ત્યારે આ એક્સિપિરિયન્સ સેન્ટર શરૂ થયું છે. આ માટે કંપની myG, નંદીલથ, રિલાયન્સ ડિજિટલ, સોનોવિઝન, ખોસલા ઇલેક્ટ્રોનિક્સ, પાત્રા ઇલેક્ટ્રોનિક્સ, સાથ્યા એજન્સીસ અને ગ્રેટ ઇસ્ટર્ન જેવા મોટા રિટેલ પાર્ટનર્સની સાથે કામ કરી રહી છે. સાથે સાથે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા મોટા ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ તેની મજબૂત હાજરી છે. આશા છે કે, આ વર્ષે કંપનીના બિઝનેસમાં ઓફલાઇન ચેનલોનું યોગદાન લગભગ 70 ટકા રહેશે, જે હાઇસેન્સ ઇન્ડિયાની વૃદ્ધિની વ્યૂહરચનામાં ફિઝિકલ રિટેલના વધતા મહત્વને દર્શાવે છે. કંપનીનું લક્ષ્યાંક કેલેન્ડર વર્ષ 2025-26 સુધી પોતાની વૃદ્ધિને 100 મિલિયન ડોલરથી વધારીને 150 મિલિયન ડોલર કરવાનું છે અને આગામી તહેવારોની સિઝનમાં વેચાણમાં વધારો થવાની આશા છે.

કંપનીએ આંધ્રપ્રદેશના શ્રી સિટીમાં પોતાનું પ્રથમ ઉત્પાદન એકમ શરૂ કરીને સ્થાનિક ઉત્પાદન પ્રત્યે પોતાની કટિબદ્ધતા પણ મજબૂત કરી છે, જ્યાં હજુ વોશિંગ મશીન અને એર કન્ડિશનર બને છે. જેમ જેમ, હાઇસેન્સ ઇન્ડિયા દેશમાં પોતાની કામગીરી વધારી રહી છે, તેમ તેમ તે સ્થાનિક ઉત્પાદન, પ્રોડક્ટના લોકલાઇઝેશન અને ભારતીય ગ્રાહકોની જરૂરિયાતને હિસાબે ઉત્પાદન બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here