
પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના 15 મહત્વપૂર્ણ કલાકારો અને રેકોર્ડબ્રેક વર્ષના ભારતીય આર્ટ માર્કેટ પાછળના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. 2025માં ભારતીય આર્ટ માર્કેટનું ટર્નઓવર એક દાયકાની ટોચે પહોંચીને રૂ. 2,543 કરોડ થયું
મુખ્ય બાબતો:
- 2025માં ભારતના સેકન્ડરી આર્ટ માર્કેટનું ટર્નઓવર એક દાયકાની ટોચે પહોંચીને રૂ. 2,543 કરોડ થયું હતું, જે 2015ના રૂ. 792 કરોડની સરખામણીએ ત્રણ ગણાથી પણ વધુ છે. આ આંકડો છેલ્લા એક દાયકામાં બજારની સતત મજબૂતી અને વિસ્તરણ દર્શાવે છે.
- બજારની મજબૂતી તેની સ્થિરતામાં પણ જોવા મળી હતી. વેચાણ માટે મૂકવામાં આવેલી કુલ 5,059 કળાકૃતિઓમાંથી 4,057 કળાકૃતિઓના ખરીદદારો મળ્યા હતા. એટલે કે 80 ટકા કળાકૃતિઓનું વેચાણ થયું હતું. વેચાયેલી કુલ કળાકૃતિઓમાં પેઇન્ટિંગ્સનો હિસ્સો લગભગ અડધો એટલે કે 47.5 ટકા રહ્યો હતો.
- ભારત એશિયાના સૌથી ઝડપી વૃદ્ધિ ધરાવતા આર્ટ માર્કેટ પૈકીનું એક બનીને પણ ઉભર્યો હતો. વિવિધ કેટેગરીમાં ખરીદીની પ્રવૃત્તિમાં 25 ટકાનો વધારો થયો હતો અને હરાજીનું ટર્નઓવર 194.7 મિલિયન ડોલર રહ્યું હતું. આ દર્શાવે છે કે એશિયાના કેટલાક સ્થાપિત આર્ટ માર્કેટ સેન્ટર્સમાં પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં આંતરરાષ્ટ્રીય હરાજીમાં ભારતની ભાગીદારી વધુ મજબૂત બની રહી છે.
- વૈશ્વિક સ્તરે ફાઇન આર્ટની હરાજીનું ટર્નઓવર 2025માં 11.11 અબજ ડોલર રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે 12 ટકાનો વધારો દર્શાવે છે. 4.7 અબજ ડોલરના ટર્નઓવર સાથે અમેરિકા સૌથી મોટા આર્ટ માર્કેટ તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.
ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક 360 વન, જે રૂ. 7.8 લાખ કરોડથી વધુ (82 અબજ ડોલર) ની એસેટ્સ ધરાવે છે, તેણે આજે ‘ધ કલેક્ટર્સ ગાઇડ 2026’ રજૂ કરવાની જાહેરાત કરી હતી. આ 360 વનનો પ્રથમ અહેવાલ છે, જેમાં નવી પેઢીના કલેક્ટર્સ માટે દક્ષિણ એશિયાના ફાઇન આર્ટ માર્કેટની વિગતવાર માહિતી અને વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.
આ અહેવાલ એવા સમયે રજૂ થયો છે જ્યારે 2025માં ભારતીય આર્ટ માર્કેટનું ટર્નઓવર એક દાયકાની ટોચે પહોંચીને રૂ. 2,543 કરોડ થયું છે. એશિયાના મોટા હરાજી બજારોમાં ભારતનો વેચાણદર પણ સૌથી મજબૂત પૈકીનો એક રહ્યો છે. આ અહેવાલમાં એમ.એફ. હુસૈન, તૈયબ મહેતા, એફ.એન. સૂઝા, એસ.એચ. રઝા અને વી.એસ. ગાયતોડે સહિત દક્ષિણ એશિયાના 15 મહત્વપૂર્ણ કલાકારોની સૌથી વધુ કિંમતે વેચાયેલી કળાકૃતિઓની માહિતી આપવામાં આવી છે. એક જ પબ્લિકેશનમાં પ્રથમ વખત ઐતિહાસિક પ્રાઇઝ ડિસ્કવરીની માહિતી સાથે સ્પષ્ટ કામગીરીના આંકડાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે.
360 વનના કો-ફાઉન્ડર અને 360 વન વેલ્થના સીઈઓ યતિન શાહે જણાવ્યું હતું કે, “ભારતીય આર્ટ માર્કેટ હવે તેના અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ દાયકામાં પ્રવેશી રહ્યું હોય તેમ લાગે છે. અમને આશા છે કે આ અહેવાલ કળાના જાણકારો અને સંગ્રહની જવાબદારી સંભાળનારાઓ બંને માટે ઉપયોગી માર્ગદર્શિકા અને દિશાસૂચક તરીકેનું સ્થાન મેળવશે. ઐતિહાસિક પ્રાઇઝ ડિસ્કવરીની માહિતી સાથે સ્પષ્ટ કામગીરીના આંકડા રજૂ કરીને અમારો ઉદ્દેશ આધુનિક કળા સંગ્રહની પ્રક્રિયામાં વ્યવસ્થા અને શિસ્તબદ્ધ સમજણ લાવવાનો છે.”
અહેવાલના મુખ્ય તારણોમાં રૂ. 167.2 કરોડની રેકોર્ડ કિંમતનું વેચાણ પણ સામેલ છે. આ અત્યાર સુધી હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી ભારતીય કળાકૃતિ છે. આ ઉપરાંત, સતત ત્રણ વર્ષ સુધી ઘટાડા બાદ 2025માં વૈશ્વિક આર્ટ માર્કેટ ફરી વૃદ્ધિના માર્ગે આવ્યું હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
ધ કલેક્ટર્સ ગાઇડ 2026 ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરોઃ https://bit.ly/4dx3N3j
