Friday, June 5, 2026
Homenationalભાજપ શરૂઆતથી માને છે કે વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ:...

ભાજપ શરૂઆતથી માને છે કે વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ: PM મોદી

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના આ 41માં સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના કાર્યકરોને સંબોધન કર્યું. 

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના આ 41માં સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના કાર્યકરોને સંબોધન કર્યું. દિલ્હીમાં ભાજપ હેડક્વારટર ખાતે આજે એક મોટા કાર્યક્રમનું આયોજન કરાયું છે. પીએમ મોદીએ કહ્યું કે પાર્ટીની ગૌરવશાળી યાત્રાના આજે 41 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 41 વર્ષ એ વાતની સાક્ષી પૂરે છે કે સેવા અને સમર્પણ સાથે કોઈ પાર્ટી કેવી રીતે કામ કરે છે.  તેમણે કહ્યું કે ભાજપને આકાર અને વિસ્તાર આપનારા અમારા આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી, મુરલી મનોહર જોશીજી  જેવા અનેક વરિષ્ઠોના આશીર્વાદ અમને હંમેશા મળતા રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી, અટલ બિહારી વાજપેયીજી, કુશાભાઉ ઠાકરેજી, રાજમાતા સિંધિયાજી જેવા અગણિત મહાન વ્યક્તિત્વોને ભાજપના પ્રત્યેક કાર્યકર તરફથી હું શ્રદ્ધાંજલિ આપું છું. શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. દેશનો કદાચ જ કોઈ એવું રાજ્ય કે જિલ્લો હશે જ્યાં પાર્ટી માટે 2-3 પેઢીઓ કાર્યરત ન હોય. હું આ અવસરે જનસંઘથી લઈને ભાજપ સુધીના રાષ્ટ્રસેવાના આ યજ્ઞમાં પોતાનું યોગદાન આપનારા દરેક વ્યક્તિને આદરપૂર્વક નમન કરું પીએમ મોદીએ કહ્યું કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનની શક્તિ છે કે આપણે તેમનું સપનું પૂરું કરી શકયા. કલમ 370 હટાવીને કાસ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા. તેમણે કહ્યું કે ગત વર્ષ કોરોનાએ સમગ્ર દેશ સામે એક અભૂતપૂર્વ સંકટ ઊભું કરી દીધુ હતું. ત્યારે તમે બધા પોતાનું દુખ ભૂલાવીને દેશવાસીઓની સેવાઓમાં લાગેલા રહ્યા. તમે સેવા જ સંગઠનનો સંકલ્પ લીધો અને તે માટે કામ કર્યું. 

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here