Thursday, October 15, 2026
HomeGujarat2002માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ...

2002માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

ગાંધીનગર : ગુજરાત SITએ 2002નાં ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરુદ્ધ મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITનું કહેવું છે કે તિસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે 2002માં કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું. SIT એફિડેવિટ અનુસાર, કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત 5 લાખ અને બીજી વખત 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગુજરાત રમખાણોના કેસમાં જેલમાં બંધ તિસ્તા વતી દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો વિરોધ કરતા SITએ આ વાત જણાવી હતી. SITએ તેના એફિડેવિટમાં જણાવ્યું હતું કે તિસ્તા સાથે આ કાવતરું ઘડવામાં આરબી શ્રીકુમાર જે તે સમયે ગુજરાતના DGP હતા અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ પણ સામેલ હતા. ગુજરાતના રમખાણો પછી આ લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. જો કે કોંગ્રેસે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. વિપક્ષને બદનામ કરવા માટે આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. SITના ખુલાસા બાદ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે એફિડેવિટમાંથી સત્ય બહાર આવ્યું છે કે આ કાવતરું ઘડવા પાછળ કોણ લોકો હતા. સંબિત પાત્રાએ કહ્યું કે અહેમદ પટેલના ઈશારે તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે અહેમદ પટેલ માત્ર નામ છે. ખરેખરમાં તો આ કાવતરા પાછળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધી તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ સાથે મળીને ગુજરાતની છબી ખરાબ કરવાના પ્રયાસ કર્યા હતા. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને પ્રથમ હપ્તા તરીકે 30 લાખ રૂપિયા આપ્યા હતા. તેમણે કહ્યું કે અહેમદ પટેલે જ રૂપિયા પહોંચાડ્યા હતા. સોનિયા ગાંધીએ ત્યાર બાદ નરેન્દ્ર મોદીને અપમાનિત કરવા અને બદનામ કરવા માટે કરોડો રૂપિયા આપ્યા હશે.સંબિત પાત્રાએ કહ્યું કે અહેમદ પટેલના ઈશારે તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે અહેમદ પટેલ માત્ર નામ છે. ખરેખરમાં તો આ કાવતરા પાછળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધીએ તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ સાથે મળીને ગુજરાત સરકારની છબી ખરાબ કરવાના પ્રયાસ કર્યા હતા.આ મામલે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે કહ્યું હતું કે ગુજરાત ચૂંટણી પહેલા તો આવું થવાનું જ હતું. આ મામલાને 20 વર્ષ થઈ ગયા છે. મારા પિતા જીવિત હતા ત્યારે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં? ચૂંટણીના કારણે આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી મારા પિતાને બદનામ કરવામાં આવી રહ્યા છે. દરેક ચૂંટણી પહેલા કોઈને કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે છે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here