Wednesday, September 23, 2026
Homenationalભલે પૂજા કરવાની રીત જુદી જુદી પણ બધાનો ઈરાદો તો એક, લડવું...

ભલે પૂજા કરવાની રીત જુદી જુદી પણ બધાનો ઈરાદો તો એક, લડવું ન જોઇએ : મોહન ભાગવત

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

આરએસએસના વડા મોહન ભાગવતે દિલ્હીના લાલ કિલ્લાના સંકુલમાં ચાર વેદોમાંના એક ‘સામવેદ’ના ઉર્દૂ અનુવાદનું લોકાર્પણ કર્યું

કહ્યું – દુનિયા અત્યારે હિંસાથી ભરેલી છે. ભગવાનની ઉપાસના કરવાની રીતો અલગ-અલગ હોઈ શકે પણ હેતુ કે પ્રેરણા એક જ રહે છે

આરએસએસના વડા મોહન ભાગવતે દિલ્હીના લાલ કિલ્લાના સંકુલમાં ચાર વેદોમાંના એક ‘સામવેદ’ના ઉર્દૂ અનુવાદનું લોકાર્પણ કર્યું હતું. કોઈપણ વેદનો આ પ્રથમ ઉર્દૂ અનુવાદ છે. પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક ઈકબાલ દુર્રાનીએ નવી દિલ્હીમાં આ અંગે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભાગવતે કહ્યું કે ભગવાનની પૂજા કરવાની લોકોની રીત અલગ-અલગ હોઈ શકે છે પરંતુ તેમનો ઈરાદો એક જ છે. આપણે સમજવું જોઈએ કે ધર્મો એ અલગ-અલગ માર્ગો છે જેને લોકો એક જ ધ્યેય સુધી પહોંચવા માટે અનુસરે છે.

પૂજા કરવા માટે લોકો અલગ અલગ રીત અપનાવે છે 

ભાગવતે કહ્યું કે કેટલાક ભૂમિની પૂજા કરે છે, કેટલાક પાણીની પૂજા કરે છે અને કેટલાક અગ્નિની પૂજા કરે છે પરંતુ તમામ ધર્મો એક જ ધ્યેય અથવા લક્ષ્ય તરફ દોરી જાય છે. તેને સમુદાયો વચ્ચે દુશ્મનાવટ કે સંઘર્ષનું કારણ ન બનાવવું જોઈએ. આરએસએસના પ્રમુખે નવી દિલ્હીમાં પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા ઇકબાલ દુર્રાની દ્વારા હિંદુ ધર્મના ચાર વેદ અથવા ધર્મગ્રંથોમાંથી એક સામવેદના પ્રથમ ઉર્દૂ અનુવાદના લોન્ચિંગ પર આ ટિપ્પણી કરી હતી. સામવેદને ધર્મનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે.

આરએસએસ પ્રમુખે શું કહ્યું? 

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત લાલ કિલ્લા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાગવતે કહ્યું કે ભલે ઘણા લોકો વિવિધ દિશાઓમાંથી પર્વત પર ચઢે તો પણ તેઓ એક જ શિખર પર પહોંચવાના છે.  દુનિયા અત્યારે હિંસાથી ભરેલી છે. ભગવાનની ઉપાસના કરવાની રીતો અલગ-અલગ હોઈ શકે પણ હેતુ કે પ્રેરણા એક જ રહે છે. આપણે પૂજાના વિવિધ માધ્યમો પર લડવું ન જોઈએ.

સામવેદનો ઉર્દૂમાં અનુવાદ

વાસ્તવમાં પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ઈકબાલ દુર્રાનીએ સામવેદનો ઉર્દૂમાં અનુવાદ કર્યો છે. તેમનું માનવું છે કે આ પુસ્તક પ્રેમનું ઉદાહરણ છે જે દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ. દુર્રાનીએ કહ્યું કે મુઘલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહે ઉપનિષદોનું ઉર્દૂમાં અનુવાદ કરવાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ તેનો પ્રયાસ સફળ થાય તે પહેલા તેમના ભાઈ ઔરંગઝેબે તેમની હત્યા કરી દીધી હતી. આ દિશામાં કામ 400 વર્ષથી અટકેલું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેખરેખ હેઠળ હિંદુ ધર્મગ્રંથોને ઉર્દૂમાં અનુવાદિત કરવાનો નવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here