Tuesday, October 6, 2026
HomeGujaratશક્તિસિંહે CM રૂપાણીને ફટકારી નોટીસ, કહ્યું-ખોટાં નિવેદનથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી

શક્તિસિંહે CM રૂપાણીને ફટકારી નોટીસ, કહ્યું-ખોટાં નિવેદનથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુખ્યમંત્રી રૂપાણીને માનહાનિનો દાવો કરવા માટેની લીગલ નોટીસ ફટકારી છે. શક્તિસિંહે મુખ્યમંત્રીને ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા સંદર્ભે આપેલા નિવેદનને લઈ નોટીસ મોકલી છે. આ નોટીસમાં રૂપાણીને 2 અઠવાડીયામાં ખુલાસો કરવા માટે તાકીદ કરી છે. આ નોટીસમાં તેમણે લખ્યું છે કે,આપના બેજવાબદાર અને કોઈપણ જાતના આધાર વગરના નિવેદનથી ન પૂરી શકાય એવું નુકસાન થયેલું છે.

(બનાસકાંઠાના રૈયા ગામમાં મંત્રી પરબત પટેલ ગબડી પડ્યા અને નીતિનભાઇ જોતા રહી ગયા)

આધાર વગરના નિવેદનથી ન પૂરી શકાય એવું નુકસાન થયું

આ નોટીસમાં શક્તિસિંહે લખ્યું છે કે, કોઈપણ જાતના પુરાવાઓ ન હોવા છતાં આક્ષેપ કરવા તે મારી પ્રતિષ્ઠાનું ખંડન છે. મારું જીવન હંમેશા સિદ્ધાંતપૂર્વક અને કાયદાથી બંધારણના સંપૂર્ણ પાલન સાથે જોડાયેલું છે. ગુજરાતમાં રાજ્યમાં લાંબા સમય સુધી એક ધારાસભ્ય તરીકે તથા બે મુખ્યમંત્રીના વડપણ હેઠળ એક મંત્રી તરીકે, વિરોધપક્ષના નેતા તરી અને વિરોધપક્ષના મુખ્ય દંડક તરીકે તથા જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે ફરજો બજાવી છે. હાલ હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા, બિહારના પ્રભારી અને વર્કીંગ કમિટીના મેમ્બર તરીકેની રાષ્ટ્રીય કક્ષાએ મારા પક્ષમાં જવાબદારીઓ ઉઠાવી રહ્યો છું, ત્યારે મારી આ પ્રતિષ્ઠાને અને મારી રાજકીય કારકિર્દીને આપના બેજવાબદાર અને કોઈપણ જાતના આધાર વગરના નિવેદનથી ન પૂરી શકાય એવું નુકસાન થયેલું છે.

(CM રૂપાણી માથે વધુ એક સંકટ, એકતા યાત્રા ફ્લોપ, PMના કાર્યક્રમ મામલે ભાગદોડ)

શું છે મામલો

થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા તેમણે અલ્પેશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ પરપ્રાંતિયો પર હુમલા પાછળ આ બંને નેતાઓનો હાથ હોવાનો પણ આરોપ મુક્યો હતો. રૂપાણીએ કહ્યું હતું કે, “કોંગ્રેસના એક ધારાસભ્યએ હુમલાઓનું કાવતરું રહ્યું હતું. ચાર રાજ્યમાં ચૂંટણી આવી રહી છે, ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટિનું અનાવરણ થવાનું છે ત્યારે કોંગ્રેસ વિઘ્નો ઉભા કરી રહી છે. પરંતુ ગુજરાત સરકારે કોંગ્રેસના ષડયંત્રને તોડી પાડ્યું હતું. હાલ ગુજરાતમાં એકદમ શાંતિ છે.”

(ક્રાઇમ કથા-3: માતા-પિતાની લાશ ઓગાળવા તન્વી એસિડ છાંટતી, ગર્ભપાત માટે નહોતી તૈયાર)

આ દરમિયાન વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા શક્તિસિંહનું નામ લીધા વગર તેમના નામનો આડકતરો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ” કોંગ્રેસના એક નેતા, કે જેઓ બિહાર કોંગ્રેસના પ્રભારી છે, તેઓ બિહારીઓને રાજ્યમાંથી બહાર કાઢવાની વાત કરી રહ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here