Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઆજે બપોરે 2ઃ00થી રાત્રે 12 વાગ્યા સુધી અમદાવાદના આ રસ્તા બંધ રહેશે,...

આજે બપોરે 2ઃ00થી રાત્રે 12 વાગ્યા સુધી અમદાવાદના આ રસ્તા બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આજે મોહર્રમ છે ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા માતમ મનાવાશે. મોહર્રમ નિમિત્તે તાજિયાના જુલુસ નીકળશે. આ વર્ષે જુલુસમાં 93 તાજિયા, 20 અખાડા, 78 ઢોલ-તાંસા-છેય્યમ પાર્ટીઓ, 20 લાઉડ સ્પીકરો, 14 અલમ નિશાન પાર્ટીઓ, 10 માતમી દસ્તાઓ, 24 ટ્રક, 10 ઉંટગાડી અને ભવ્ય માતમ સમુહ જોડાશે. ઈસ્લામિક કેલેન્ડર અનુસાર વર્ષનો પ્રથમ મહિનો મોહર્રમ તરીકે ઓળખવામાં આવે છે. હઝરત ઈમામ હુસૈને કરબલામાં માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું. તેની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા જુલુસ કાઢીને શોક મનાવવામાં આવે છે. મંગળવારે કતલની રાત હતી અને આ નિમિત્તે અલગ-અલગ વિસ્તારમાં તાજિયાના જુલુસ નિયત માર્ગ પર નીકળ્યા હતા. તાજિયાના આ પાંચ સમુહમાં વહેંચાયેલા ભવ્ય જુલુસને જોવા માટે ભારે ભીડ જોવા મળી હતી.

તાજિયા કમિટી ચેરમેન પરવેઝ જે.વી. મોમીન, જનરલ સેક્રેટરી નુરભાઇ શેખે જણાવ્યું કે, ‘બુધવારે યવ્મે આશુરાના દિવસે મન્નતના તાજિયા સવારે 9થી બપોરે 2 દરમિયાન નીકળશે. જે જુદા-જુદા વિસ્તારોમાંથી થઇ આસ્ટોડિયા રોડ ઉપર વિક્ટોરિયા ગાર્ડન થઇ એલિસબ્રિજ-નહેરુ બ્રિજની વચ્ચેની ખુલ્લી જગ્યામાં બનાવેલા હોજમાં તાજિયાને ઠંડા કરાશે. નંબરના તાજિયા બપોરના ઝોહરની નમાઝ બાદ નીકળશે. તેમના માટે ખાસ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તાજિયાને ઠંડા કરવા માટે ત્રણ મોટા હોજની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ’ મહોરમના તાજિયાને પગલે આજે અમદાવાદના 20 માર્ગોમાં બપોરે 2 થી રાત્રિના 12 સુધી વાહન વ્યવહારની અવર-જવરમાં પ્રતિબંધ રહેશે. તાજિયાનો સમગ્ર રૂટ નો પાર્કિંગ ઝોન રહેશે. આ ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશનના મુસાફરો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઇ છે. આજે પિકનિક હાઉસથી રિવરફ્રન્ટ થી સરદાર બ્રિજ જતો માર્ગ, સરદાર બ્રિજ નીચેથી શાહીબાગ પિકનિક હાઉસ તરફ આવતો માર્ગ ‘નો વ્હિકલ ઝોન’ રહેશે. કાલુપુર રેલવે સ્ટેશન તરફ અવર-જવર માટે દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, ચોખા બજારનો માર્ગ લઇ શકાશે. સુભાષ બ્રિજ, દધિચી બ્રિજ, સરદાર બ્રિજ, આંબેડકર બ્રિજમાં વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. દિલ્હી ચકલાથી મિરઝાપુર તરફ તથ ઘી કાંટાનો માર્ગ. શાહપુર દરવાજા હવાબંદરથી મિરઝાપુર ચોક સુધી. રેવડી બજારથી રીલિફ રોડમાં વીજળી ઘર સુધી. જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા. રાયખડથી ખમાસા ચાર રસ્તા. સારંગપુર સર્કલથી આસ્ટોડિયા દરવાજા-ખમાસા સુધી. નહેરુ બ્રિજ તરફથી રૂપાલી સિનેમા.કામા હોટેલ સર્કલથી ખાનપુર દરવાજા સુધી. રખિયાલ ચાર રસ્તાથી સારંગપુર સર્કલ સુધી. વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ. ખારુનાળાથી ખાસબજાર. રાયખડ ચાર રસ્તાથી મધર ટેરેસા ચોક. જસવંત શોપ ફેક્ટરીથી રાજનગર માર્કેટ. જલારામ મંદિરના ખાંચાથી રાજનગર માર્કેટ. મ્યુનિ. કોઠાથી દાણાપીઠ ચાર રસ્તા. ખમાસા ચોકી તરફથી પારસી અગીયારી. જિલ્લા પંચાયતથી ભદ્ર. વીજળી ઘર ચાર રસ્તાથી ભદ્ર. રિલિફ રોડ ચાર રસ્તાથી ખાસ બજાર. પાનકોર નાકાથી ભદ્ર.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here