Friday, June 5, 2026
HomePoliticsમહારાષ્ટ્રની દિગ્ગજ પાર્ટીનું ભાવિ અધ્ધરતાલ, 25 નેતાએ એકસાથે સાથ છોડ્યો, શરદનો 'પાવર'...

મહારાષ્ટ્રની દિગ્ગજ પાર્ટીનું ભાવિ અધ્ધરતાલ, 25 નેતાએ એકસાથે સાથ છોડ્યો, શરદનો ‘પાવર’ વધ્યો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીને હજુ ઘણા મહિના બાકી છે તે પહેલા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અને રાજકીય પાવર પણ ઓછો થઈ રહ્યો છે. અગાઉ ચાર નેતાઓ અજિત પવારની પાર્ટી છોડી હતી, ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે બુધવારે (17 જુલાઈ) 25 નેતાઓએ એકસાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે (NCP) સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ તમામ નેતાઓ પિંપરી-ચિંચવડના છે, જેમાં અજીત ગવાને (Ajit Gavane)નું નામ પણ સામેલ છે. એવી અટકળો હતી કે તેઓ પક્ષ બદલીને શરદ પવારના જૂથમાં જોડાઈ શકે છે. પિંપરી ચિંચવડમાં એનસીપી સાથે છેડો ફાડનારોમાં 2 પૂર્વ મેયર, વિરોધ પક્ષના નેતા અને 20 પૂર્વ કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. આ તમામ વરિષ્ઠ નેતાઓ પવારની પાર્ટીમાં જોડાયા હતા. મંગળવારે (16 જુલાઈ) ગવાનેની સાથે તેના કાર્યકારી અધ્યક્ષ રાહુલ ભોસલેએ પણ રાજીનામું ધરી દીધું હતું.

હવે આટલા બધા નેતાઓ એકસાથે પાર્ટીમાંથી રામ રામ કરતા હોવાને કારણે ચૂંટણીમાં અજિત પવારને અસર કરી શકે છે.ગયા વર્ષે અજિત પવારે કાકા શરદ પવાર સાથે બળવો કર્યો હતો, ત્યારે એનસીપીમાં ભંગાણ થયા પછી શરદ પવાર પાસે માત્ર એક કાઉન્સિલર અને 8 અધિકારીઓ જ વધ્યા હતા. જો કે હવે તેની તાકાતમાં વધારો થયો છે તેવું લાગી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ એવા સમયે થયું જ્યારે અજીતના નેતૃત્વમાં એનસીપી તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. ડેપ્યુટી સીએમની પત્નીને પણ બારામતી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.શરદ પવારે બુધવારે (17 જુલાઈ) કહ્યું હતું કે ‘મારી પાર્ટીમાં કોઈપણ નેતાના સંભવિત પ્રવેશ અંગેનો નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવશે.’ જો કે, અજિત પવાર પાછા આવવા માંગતા હોય તો તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે કે કેમ તેની પુષ્ટિ કરવાનો શરદ પવારે ઇનકાર કર્યો હતો. સિનિયર નેતાએ પુણેમાં પત્રકારો સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.’

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here