Saturday, October 24, 2026
HomeSportsહાર્દિક અને બ્રિટિશ સિંગરની ડેટિંગની ચર્ચા વચ્ચે નતાશાની ક્રિપ્ટિક પોસ્ટ

હાર્દિક અને બ્રિટિશ સિંગરની ડેટિંગની ચર્ચા વચ્ચે નતાશાની ક્રિપ્ટિક પોસ્ટ

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

એક્ટ્રેસ અને મોડલ નતાશા પતિ હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી છે. હવે આ વચ્ચે તેણે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. આ પોસ્ટમાં એક્ટ્રેસનું દર્દ સ્પષ્ટપણે છલકાઈ રહ્યું છે. જેને જોઈને ચાહકોનું દિલ પણ પીગળી ગયું છે. તમને જણાવી દઈએ કે, નતાશાની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર જૈસ્મીન વાલિયા વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને સિક્રેટલી ડેટ કરી રહ્યા છે અને હાલમાં તેઓ ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ નતાશા સિંગલ મધર તરીકે પોતાના દીકરાની એકલી પરવરીશ કરી રહી છે.નતાશા સ્ટેનકોવિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તેણે કેપ્શન આપ્યું કે, ‘આપણે જ છીએ જે એવું વિચારીને વસ્તુને ઝડપથી અંજામ આપવાનું શરૂ કરી દઈએ છીએ કે, આપણી પાસે સમય નથી. જો ન કર્યું તો આપણે વસ્તુને મિસ કરી દઈશું. પરંતુ આ ઉતાવળમાં આપણે માત્ર એક વસ્તુ મિસ કરી દઈએ છીએ તે ભગવાનના આશીર્વાદ છે.’ આ પોસ્ટમાં નતાશા એ સ્પષ્ટ નથી કર્યું કે તેનો ઈશારો અંતે કોની તરફ છે પરંતુ તેનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

નતાશાએ કોને ટોણો માર્યો :

નતાશાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર એવા સમયે આવી છે જ્યારે હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર જૈસ્મીન વાલીયા સાથે ડેટિંગ રૂમર્સને લઈને ચર્ચામાં છે. આવી સ્થિતિમાં હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ નતાશા પોતાની પોસ્ટ દ્વારા હાર્દિક પંડ્યાને ટોણો મારી રહી છે. નતાશા અને હાર્દિક પંડ્યા એ ગત મહિને જ પોતાના અલગ થવાના ખબર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યા હતા. બંનેએ કહ્યું હતું કે અમે ચાર વર્ષ સાથે રહ્યા બાદ હવે પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છીએ.

સોશિયલ મીડિયા યુઝર્સ આપી રહ્યા પ્રતિક્રિયા :

બીજી તરફ હવે નતાશા ની પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેની માફી માગી રહ્યા છે. તેનું કારણ એ છે કે શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે નતાશા એ હાર્દિક ને દગો આપ્યો છે. જોકે હવે માનવામાં આવી રહ્યું છે કે હાર્દિકના જીવનમાં કોઈ બીજી વ્યક્તિના આવવાના કારણે નતાશાએ સંબંધ તોડી નાખ્યો છે. આ વચ્ચે એક યુઝરે લખ્યું કે, હવે હાર્દિકના જીવનમાં તમે બીજી વખત ના જતા. બીજા એક યુઝરે લખ્યું કે તમે ખૂબ જ સ્ટ્રોંગ છો. અન્ય એક યુઝરે લખ્યું કે, તમે ચિંતા ન કરો અમે તમારી સાથે છીએ. આમ યુઝર એક્ટ્રેસને સાંત્વના આપી રહ્યા છે.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here