Wednesday, August 5, 2026
HomeGujaratગણેશ વિસર્જન સમયની ઘટના: 7 લોકો પાટણની સરસ્વતી નદીમાં ડૂબ્યા

ગણેશ વિસર્જન સમયની ઘટના: 7 લોકો પાટણની સરસ્વતી નદીમાં ડૂબ્યા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો સહિત સાત સભ્યો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાઈ છે.

ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા. જ્યારે એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે. અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સરસ્વતી નદીમાં બે JCB,ચાર ટ્રેક્ટરની લાઈટો વડે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ વધુ લાઇટીંગ માટે જનરેટર લાવવામાં આવ્યું છે.

કોર્પોરેટર: એક જ પરિવારના ચાર સભ્યો ડૂબ્યાં

કોર્પોરેટરે જણાવ્યું હતું કે, પાટણની સરસ્વતી નદી પર પ્રજાપતિ સમાજના લોકો ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. પહેલાં એક બાળક ડૂબતા એક પછી એક સાત લોકો એને બચાવવા પડ્યા હતા. જેમાં સ્થાનિકોએ સાડી સહિતની વસ્તુઓ નાખીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ત્રણ જણા બહાર નીકળી ગયા હતા, પણ હજી એક જ પરિવારના ચાર લોકો ડૂબી ગયા છે. જેમાં એકનો મૃતદેહ બહાર કઢાયો છે. ત્યારે ત્રણ લોકો હજી મળ્યા નથી. ઘટનાની જાણ થતાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત પ્રાંત અધિકારી, તેમજ સરસ્વતી મામલતદાર સહિતનાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત બચાવ માટે તરવૈયાઓની ટીમોને કામે લગાડી હતી. ગણેશ વિસર્જન વખતે સરસ્વતી ડેમમાં પ્રજાપતિ પરિવારના લોકો ડૂબ્યા છે. જેમાંથી બે લોકોને બચાવી લેવાયા છે, હજી કેટલા લોકો ડૂબેલા છે એની ચોક્કસ માહિતી નથી, હાલ તેઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. સ્થળ પર પાટણ શહેર સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાથી આઠ જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી હતી. બનાવને પગલે સરસ્વતી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તાત્કાલિક રાહતની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સાત પૈકી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી છે. હજુ પણ ત્રણ લોકો પાણીમાં ગરકાવ થયા હોય તેઓની શોધખોળ ચાલી રહી હોવાનું પ્રાંત અધિકારી મિતુલ પટેલે જણાવ્યું હતું.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here