Monday, March 9, 2026
HomeIndiaPM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? કેજરીવાલના સવાલથી RSS મોટી...

PM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? કેજરીવાલના સવાલથી RSS મોટી દુવિધામાં

Date:

spot_img

Related stories

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...
spot_img

દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી અને RSS સતત પ્રહાર કરી રહ્યા છે. જનતાની અદાલતમાં RSS ચીફ મોહન ભાગવતને પાંચ સવાલ પૂછ્યા બાદ હવે કેજરીવાલે તેમને પત્ર લખ્યો છે. કેજરીવાલે પોતાના પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃતિથી લઈને કેન્દ્રીય તપાસ એજન્સીના દુરુપયોગ અંગે સવાલ પૂછ્યા છે.

PM મોદી અંગે કેજરીવાલે શું પૂછ્યું? :
દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલે RSS ચીફને સૌથી છેલ્લો સવાલ પીએમ મોદી અંગે પૂછ્યો છે. તેમણે પૂછ્યું કે, તમે બધાએ મળીને કાયદો બનાવ્યો કે 75 વર્ષની ઉંમર બાદ ભાજપના નેતા નિવૃત થઈ જશે. આ કાયદાનો ખૂબ પ્રચાર પણ કરવામાં આવ્યો. આ જ કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ ભાજપના નેતાઓને નિવૃત પણ કરી દેવામાં આવ્યા. તો પીએમ મોદી નિવૃત થશે કે પછી તેમના માટે કાયદો બદલાઈ જશે?પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કેટલાક અન્ય નેતાઓના ઉદાહરણ આપતા RSSને પૂછ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં આ કાયદા હેઠળ અન્ય ઘણા નેતાઓને નિવૃત કરવામાં આવ્યા જેમ કે, શાંતા કુમાર, સુમિત્રા મહાજન વગેરે. હવે ગૃહમંત્રી અમિત શાહનું કહેવું છે કે આ કાયદો PM મોદી પર લાગુ નહીં થશે. શું તમે આ બાબત સાથે સહમત છો કે જે કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણીને નિવૃત્ત કરવામાં આવ્યા, તે કાયદો હવે પીએમ મોદી પર લાગુ નહીં થશે. શું બધા માટે કાયદા સમાન ન હોવા જોઈએ?અરવિંદ કેજરીવાલ સહીત તમામ વિપક્ષી પાર્ટીઓ લાંબા સમયથી કેન્દ્રની મોદી સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. કેજરીવાલે પોતાના લેટર દ્વારા RSS ચીફને પૂછ્યું કે દેશભરમાં અલગ-અલગ પ્રકારની લાલચ આપીને અથવા તો પછી ED-CBIની ધમકી આપીને બીજી પાર્ટીના નેતાઓને તોડવામાં આવી રહ્યા છે. શું તમને આ મંજૂર છે? આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે રવિવારે જનતાની અદાલતને સંબોધિત કરતા RSS ચીફને આ જ સવાલ પૂછ્યો હતો.

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here