Friday, June 5, 2026
HomeGujaratગૌ પ્રત્યે પ્રેમ અને કરુણા ભાવ વ્યક્ત કરવા તેમજ ગૌરક્ષા પ્રત્યે જાગૃતતા...

ગૌ પ્રત્યે પ્રેમ અને કરુણા ભાવ વ્યક્ત કરવા તેમજ ગૌરક્ષા પ્રત્યે જાગૃતતા ફેલાવવા 14મી ફેબ્રુઆરી “કાઉ હગ ડે” તરીકે ઉજવવા GCCI ની અપીલ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) દ્વારા ભારતીય ગૌવંશ ધરાવતી ગૌશાળાઓ, ગૌ ભક્તો અને આધ્યાત્મિક સંસ્થાઓને આહ્વાન કરવામાં આવે છે કે તેઓ 14 ફેબ્રુઆરી 2025 ને “કાઉ હગ ડે” તરીકે ઊજવીએ. આ પહેલ ગૌમાતા પ્રત્યે પ્રેમ અને કરુણાનું ભાવ વ્યક્ત કરવા, ગૌરક્ષણને મજબૂત કરવા અને ગૌઆધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે છે. આ સાથે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મ અને સાશ્વત વિકાસમાં ગૌમાતાની ભૂમિકા ને ઉજાગર કરશે.GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ ‘કાઉ હગ ડે’ શા માટે મનાવવો જોઈએ ? તેના પર જણાવ્યું કે, આધુનિક જીવનશૈલીમાં ગૌમાતાનું મહત્વ પ્રજાજનોએ ફરીથી સમજાવી શકાય તે માટે આ દિવસ મહત્વનો બની રહેશે. ગૌમાતાને આલિંગન (હગ, ભેટ) કરવાથી તણાવ ઘટે છે, સકારાત્મક (પોઝીટીવ) ઉર્જા અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે તે વાત આધુનિક વિજ્ઞાને પણ સ્વીકારી છે. આ ઉપરાંત, ગૌશાળાઓ અને ગૌઆધારિત ઉદ્યોગો માટે જાગૃતિ પેદા કરવા માટે આ દિવસ એક સારો અવસર બની રહેશે. વિશેષમાં ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ ‘કાઉ હગ ડે’ કેવી રીતે ઉજવવો? તેના વિશે જણાવ્યું કે, ગૌશાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજવા, જેમ કે ગૌપૂજન, ભજન સંધ્યા અને ગૌસેવા પ્રવૃત્તિઓ, સોશ્યલ મીડિયા દ્વારા ગૌસેવાની જાગૃતિ ફેલાવવી, ગૌઆધારિત પંચગવ્ય તેમજ ગોબર અને ગૌમુત્ર થી બનતા ઉત્પાદનોનું માર્કેટમળી રહે તે માટે પ્રદર્શન કરવું . GCCI સર્વે ગૌભક્તો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પ્રજાજનોને આહ્વાન કરે છે કે તેઓ આ અભિયાનનો હિસ્સો બને અને વ્યક્તિગત કે સામૂહિક રીતે ગૌ સાથે થોડો સમય વિતાવી ને ‘કાઉ હગ ડે 2025’ ને ગૌસેવાના ભાવ સાથે ભવ્ય રીતે ઉજવે તેવી ડો. કથીરિયા એ અપીલ કરી છે. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, શ્રી તેજસ ચોટલિયા (મો. 9426918900), શ્રીમતી મીનાક્ષી શર્મા (મો. 83739 09295) પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here