Saturday, March 7, 2026
HomeGujaratરેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલત માં ટીટીઈ ની વર્દી માં જોવા મળ્યો.શંકા જતાં પૂછપરછ કરતાં તે વ્યક્તિ સંતોષજનક જવાબ આપી શક્યો નહોતો.તેને તુરંત પોસ્ટ પર લાવીને જ્યારે ઊંડી પૂછપરછ કરવામાં આવી,તો તેણે તેનું નામ શિવ શંકર જયસ્વાલ, પુત્ર છોટેલાલ જયસ્વાલ ઉંમર 45 વર્ષ નિવાસી સુંદરપુર ,વારાણસી ઉતરપ્રદેશ જણાવ્યું.પૂછપરછ માં ઉક્ત વ્યક્તિ એ સ્વીકાર્યું કે તે નકલી રીતે ટીટીઈ ની વર્દી પહેરીને મુસાફરો ની ટિકિટ ચેક કરે છે અને કયુઆર કોડના માધ્યમ થી તેમની પાસેથી રકમ વસૂલે છે, આ પહેલા પણ તારીખ 30.05.2025 ના રોજ અમદાવાદ સ્ટેશન પર આ જ રીતે કાર્યવાહી કરતો જોવા મળ્યો હતો.ચેકિંગ ના દરમ્યાન તેની પાસે કોઈ માન્ય રેલવે ઓળખ પત્ર(આઈડી કાર્ડ) કે ઇએફટી મળ્યું નહોતું. તેની પાસે ફક્ત એટીએમ કાર્ડ અને આધારકાર્ડ મળ્યા. પૂછપરછ માં એ પણ જોવા મળ્યું કે તે વિભિન્ન રેલવે સ્ટેશનો પર મજૂરવર્ગ અને ઓછા ભણેલા પ્રવાસીઓને નિશાન બનાવીને, ટિકિટમાં ક્ષતિ બતાવીને અથવા વેઇટિંગ લિસ્ટ ના મુસાફરો ને બર્થ આપવાના નામે કયું આર કોડ સ્કેન કરીને રકમ વસુલતો હતો.શંકાસ્પદે પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પર માસ્ક લગાવ્યો હતો. આ વ્યક્તિને વધુ કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યો છે.રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે ફક્ત અધિકૃત અને ઓળખાયેલ ટિકિટ નિરીક્ષકોને જ તેઓ તેમની ટિકિટ બતાવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ રેલવે પોલીસ અથવા સંબંધિત અધિકારીને કરે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here