
એન્જલ વન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એન્જલ વન એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એન્જલ વન નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇટીએફ અને એન્જલ વન નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. નિફ્ટી ટોટલ માર્કેટ ઇન્ડેક્સ પર આધારિત આ સૌપ્રથમ સ્માર્ટ બીટા સ્કીમ્સ છે જે રોકાણકારોને પેસિવ ઇન્વેસ્મેન્ટ ક્ષેત્રે વ્યાપક માર્કેટ એક્સપોઝર આપે છે. ન્યૂ ફંડ ઓફર્સ (એનએફઓ) સબ્સ્ક્રીપ્શન માટે 3 નવેમ્બર, 2025ના રોજ ખૂલશે અને 7 નવેમ્બર, 2025ના રોજ બંધ થશે. બંને સ્કીમો નિફ્ટી ટોટલ માર્કેટ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સના પર્ફોર્મન્સને ટ્રેક કરવા માટે બનાવવામાં આવી છે જેમાં લાર્જ, મિડ, સ્મોલ અને માઇક્રોકેપ સેગમેન્ટ્સમાં 750 કંપનીઓના યુનિવર્સમાંથી ટોચના 50 સ્ટોક્સ પસંદ કરવામાં આવે છે. આ પસંદગી મોમેન્ટમ અને ક્વોલિટી સ્કોર્સના મિશ્રણના આધારે કરવામાં આવે છે જેનાથી રોકાણકારોને બજારમાં ભાગ લેવા માટે વૈવિધ્યપૂર્ણ, નિયમ આધારિત તથા પારદર્શક અભિગમ મળે છે.


