Friday, June 5, 2026
HomeAhmedabadઅમદાવાદ નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું આયોજન

અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું આયોજન

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

બાળકોમાં અભ્યાસની સાથોસાથ બીજા અન્ય વિષયોમાં રૂચી વચે તેવાં ઉંડા આશયથી અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે દર વર્ષે અલગ-અલગ થીમ ઉપર કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. તા.૮, ૯ અને ૧૦ જાન્યુઆરી ર૦ર૬ના રોજ આ વખતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું પ્રારંભ થયો હતો. જે કાર્નિવલમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ૩૦૦થી વધુ પ્રોજેકટો તૈયાર કરીને આ કાર્નિવલને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ અંગે ડી.પી. હાઈસ્કૂલના કેમ્પસ ડાયરેકટર ચિરાગ શાહ જણાવે છે કે, આ વખતના કાર્નિવલમાં વિદ્યાર્થીઓએ અનોખા પ્રોજેકટ રજૂ કરીને શિક્ષણને એક નવો આયામ ચીંધવાનો પ્રયત્ન કરે છે. બાળકોએ તૈયાર કરેલ ૩૦૦ પ્રોેજેકટોમાં કાઉન્ટીંગ, મેમરી પાવર, હેન્ડ અને આઈ-કોન્ટેકટ, ઈંગ્લીશ સ્પીકીંગ જેવા વિષયો ઉપર અવનવાં પ્રોજેકટો રજૂ કરીને બાળકોને શિક્ષણમાં પણ ઉપયોગી થાય તેવાં પ્રોજેકટો રજૂ કરવામાં આવે છે. અત્યારે ટ્રાફીકનો પ્રશ્ન સમગ્ર દેશમાં એક ચિંતાજનક છે ત્યારે વિદ્યાર્થીઓએ ટ્રાફીકની અવેરનેસ માટે એક નાટક તૈયાર કર્યું છે. જેમાં હેલ્મેટ પહેરવું જાેઈએ જેવા સ્લોગનો સાથે નાટક વિદ્યાર્થીઓએ રજૂ કર્યું હતું. આ ઉપરાંત એક ટ્રેનનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આગામી પાંચ વર્ષમાં જાે ટ્રાફીક વધે તો આ પ્રોજેકટ થકી ટ્રાફીકને નિયંત્રિત કરવામાં ખુબ મદદરૂપ થશે, તેવો આશાવાદ વ્યકત કરવામાં આવ્યું છે.

ડી.પી. હાઈસ્કૂલ ખાતે પ્રથમ એકાઉન્ટીંગ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ એકાઉન્ટ વિષયને સરળતાથી સમજી શકે તેવો નોલેજબદ્ધ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં પહેલાના જમાનામાં એકાઉન્ટ કઈ રીતે લખવામાં આવતું હતું અને અત્યારે આધુનિક જમાનામાં કેવી રીતે એકાઉન્ટ લખવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આ મ્યુઝિયમમાં આપવામાં આવી છે.

ડી.પી. હાઈસ્કૂલના પ્રિન્સીપાલ હિંમતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા આવા કાર્નિવલ થકી વિદ્યાર્થીઓમાં રહેલ શક્તિ બહાર લાવી શકાય છે. અને સમગ્ર કાર્નિવલનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે. કાર્નિવલ થકી વિદ્યાર્થીઓમાં લીડરશીપ, એન્કરીંગ,ગ્રુપ વર્ગ, ટાઈમ મેનેજમેન્ટ, કો-ઓર્ડીનેશન અને સેલ્ફ ડીસીપ્લીન શીખવા મળે છે.

ડી.પી. હાઈસ્કૂલના કેમ્પસ ડાયરેકટર ચિરાગ શાહ જણાવે છે કે, દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્નિવલમાં ભાગ લઈને ૩૦૦ થી વધુ પ્રોજેકટો અભ્યાસમાં મદદરૂપ થાય તેવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે જે માટે શિક્ષકોએ પણ અથાક મહેનત કરી છે. દર વર્ષે યોજાનારા કાર્નિવલમાં નવા વાડજ વિસ્તારમાં આશરે ૧પ થી ર૦ હજાર લોકો નિહાળવા માટે આવે છે. આ ઉપરાંત બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અમારી સ્કૂલના પ્રોજેકટો જાેઈને તેમને પણ કંઈક નવું જાણવા મળે છે. આ વર્ષે પણ અનેક લોકો આ કાર્નિવલમાં મુલાકાત લે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here